-ભારતીય યુવા ટીમમાં જૂ. સેહવાગ, જૂ. દ્રવિડ અને સૌરાષ્ટ્રના મોહિત ઉલવાની પસંદગી
મુંબઇ, તા.27ઃ ઓસ્ટ્રેલિયા અન્ડર-19 ટીમ વિરુદ્ધની ઘરઆંગણે રમાનાર ટેસ્ટ અને વન ડે શ્રેણીની ભારતીય ટીમ આજે બીસીસીઆઇએ જાહેર કરી છે. જેમાં વન ડે ટીમમાં આર્યવીર સેહવાગ અને અન્વય દ્રવિડ પસંદ થયા છે. આર્યવીર પૂર્વ આક્રમક બેટધર વિરેન્દ્ર સેહવાગનો અને અન્વય પૂર્વ કપ્તાન-કોચ રાહુલ દ્રવિડનો પુત્ર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા અન્ડર-19 ટીમ વચ્ચેના ત્રણ વન ડે મેચ 18,21 અને
23 સપ્ટેમ્બરે રમાશે જ્યારે બે ચાર દિવસીય ટેસ્ટ મેચ 27થી 30 અને પાંચથી 8 ઓકટોબર દરમિયાન રમાશે. બીજો ચાર દિવસીય મેચ અમદાવાદમાં રમાશે. બાકીના તમામ મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. આ જુનિયર સિરીઝ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્રારા જોરશોરથી તૈયારી શરૂ થઇ ચૂકી છે. દર્શકોને સ્ટેડિયમમાં વિના મૂલ્યે મેચ નિહાળવાનો લાહવો મળશે. ભારતની વન ડે ટીમનો કપ્તાન લક્ષ્ય રાયચંદાની છે. જયારે અન્ડર-19 ટેસ્ટ
ટીમનું સુકાન યશવર્ધન ચૌહાણ સંભાળશે. બન્ને ટીમમાં સૌરાષ્ટ્રના પ્રતિભાશાળી ખેલાડી મોહિત ઉલવાની પસંદગી થઇ છે.