ઇન્દોર, તા.12: વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી રોમાંચક ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં બેટ્સમેન તિલક વર્માએ ફિલ્ડિગમા સિદ્ધિ નોંધાવી છે. મેચ દરમિયાન તિલક વર્માએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 50 આઉટફિલ્ડ કેચ પૂરા કરવાની સિદ્ધિ હાંસલ કરી લીધી છે. આ સાથે જ તે વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડયા અને સૂર્યકુમાર યાદવ જેવા ભારતીય ક્રિકેટના દિગ્ગજોની એલિટ ક્લબમાં સામેલ થનારા પાંચમો ભારતીય ફિલ્ડર બની ગયો છે.
તિલકની આ સિદ્ધિ માત્ર 50 કેચના આંકડા પૂરતી સીમિત
નથી, તેણે પોતાની કારકિર્દીની માત્ર 68મી ઇનિંગ્સમાં જ 50મો કેચ ઝડપી લીધો હતો. આ ઝડપના
કારણે તેમનો પ્રતિ મેચ કેચ ગુણોત્તર 0.735 પર પહોંચી ગયો છે, જે આ ફોર્મેટમાં ઓછામાં
ઓછા 50 કેચ ઝડપનારા તમામ ભારતીય ફિલ્ડર્સમાં સર્વોચ્ચ છે. આંકડાકીય રીતે તિલક હવે ભારતીય
ટી20 ઇતિહાસના સૌથી સફળ ફિલ્ડર ગણાય છે. વૈશ્વિક સ્તરે પુરુષોના ટી20 આંતરરાષ્ટ્રીય
ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર 34 ખેલાડીઓ જ 50 કે તેથી વધુ આઉટફિલ્ડ કેચ ઝડપી શક્યા
છે. આ વૈશ્વિક સૂચિમાં તિલક વર્માનો કાચિંગ રેશિયો વિશ્વભરમાં બીજા ક્રમે આવે છે. તે
માત્ર સંયુક્ત આરબ અમીરાતના મુહમ્મદ વસીમથી પાછળ છે, જેણે 99 મેચોમાં 76 કેચ ઝડપીને
0.767 નો સરેરાશ રેશિયો જાળવી રાખ્યો.