• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

વઢવાણમાં દંપતીને છરી બતાવી લૂંટ, બોલેરો પીકઅપ પણ ચોરાઈ

ચાર શખસે મોડી રાત્રે ઘરમાં ઘૂસી 500 ગ્રામ ચાંદીના દાગીના અને રૂ. 50 હજારની રોકડની ચોરી કરી

(ફૂલછાબ ન્યુઝ)

સુરેન્દ્રનગર, તા.12: સુરેન્દ્રનગરના વઢવાણ-મેમકા રોડ પર મોડી રાત્રે લૂંટની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. અજાણ્યા ચાર શખસે ઘરમાં સૂતેલા દંપતીને છરી સહિતનાં હથિયારો બતાવી ધમકાવ્યા બાદ લૂંટ ચલાવી હતી.

મળતી માહિતી મુજબ, વઢવાણ-મેમકા રોડ પર રહેતા દંપતીને ચાર શખ્સોએ કેફી પદાર્થ સૂંઘાડી સુવડાવી દીધા હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ ઘરમાંથી આશરે 500 ગ્રામ ચાંદીના અલગ-અલગ ઘરેણાં, રૂ. 50 હજાર રોકડા અને એક બોલેરો પિકઅપ વાહન ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લૂંટફાટ અને મારામારીના બનાવોને પગલે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઊઠી રહ્યા છે. વઢવાણની આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક સ્તરે માગ ઊઠી છે. જોકે, આરોપીઓની ઓળખ અને પોલીસ તપાસ અંગેની સત્તાવાર વિગતો હજી સામે આવી નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક