• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

રાણાવાવમાં આધેડ પર ચાર શખસનો હુમલો

પોરબંદર, તા.11ઃ રાણાવાવના વિકાસ કોલોની વિસ્તારમાં ઘર પર પથ્થર ફેંકવાની બાબતે થયેલી માથાકૂટમાં 55 વર્ષના આધેડ પર ચાર શખસે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવમાં ઘાયલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવાસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

રાણાવાવના વાડી પ્લોટ વિસ્તારમાં આવેલી વિકાસ કોલોનીમાં રહેતા મનસુખભાઈ નરશીભાઈ ભલસોડે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. 8 ઓક્ટોબરના રોજ બપોરે 3ઃ30 વાગ્યે તેઓ ઘરે એકલા હતા ત્યારે પડોશમાં રહેતા રોહિત ગાવિંદ જોગિયા, યોગેશ ગાવિંદ જોગિયા, પ્રદીપ ગાવિંદ જોગિયા અને આશિષ ગાવિંદ જોગિયા તેમના ઘરે આવ્યા હતા.

ઘરની બહાર બોલાવી રોહિતે પથ્થર ફેંકવા બાબતે પૂછતાં મનસુખભાઈએ ઇનકાર કર્યો હતો. આથી ઉશ્કેરાયેલા રોહિતે લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો, જ્યારે અન્ય ત્રણ શખસે ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ ચારેયે ફરી પથ્થર ફેંકશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક