• શુક્રવાર, 13 જૂન, 2025

ટ્રમ્પ ટેરિફ : અમેરિકાની કોર્ટે આપ્યું અભયદાન

રાષ્ટ્રપતિ ટ્રમ્પને કાનૂની લડતમાં મોટી રાહત : અપીલ કોર્ટે ટેરિફ પર રોક ફગાવી

વોશિંગ્ટન, તા.11 : સમગ્ર વિશ્વ જેનાથી પરેશાન છે તે ટ્રમ્પ ટેરિફને અમેરિકાની એક સંઘીય અપીલ કોર્ટે મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગત ર એપ્રિલે ભારત, ચીન અને યૂરોપીય સંઘ સહિત દુનિયાના અનેક મોટા દેશોની અર્થવ્યવસ્થા પર વ્યાપક રીતે આયાત શુલ્કનું એલાન કર્યુ હતુ.

કોર્ટે આ ટેરિફને યથાવત રાખ્યા છે. આ પહેલા લોઅર કોર્ટે ટ્રમ્પના નિર્ણય પરરોક લગાવતાં કહ્યું હતું કે ટ્રમ્પે તેને લાગુ કરવા પોતાની શક્તિઓનો દુરુપયોગ કર્યો છે. અમેરિકાની અપીલ કોર્ટે મંજૂરી આપ્યાનો અર્થ છે કે ટ્રમ્પ ટેરિફ યથાવત રહેશે. વિવિધ દેશો પર લિબરેશન ડે નિમિત્તે લગાવવામાં આવેલા ટેરિફની વસૂલાત સરકાર કરી શકશે. જેમ છતાં કોર્ટ એ બાબત તપાસશે કે ટ્રમ્પે જે ટેરિફ વસૂલવા જે ઈમરજન્સી શક્તિ અધિનિયમને ટાંક્યા છે તે યોગ્ય છે કે નહીં.

ટ્રમ્પે ટેરિફ લાદ્યા બાદ પરસ્પર શુલ્ક પર 90 દિવસની રોક લગાવી હતી. કોર્ટનો ચુકાદો આ સમયગાળો પૂરો થવાનાએક મહિના પહેલા આવ્યો છે. જાણકારો અનુસાર ટ્રમ્પ હવે 9 જૂલાઈએ અનેક દેશો પર ટેરિફમાં વધારો જાહેર કરી શકે છે. ટ્રમ્પ પ્રશાસને કોર્ટમાં દલીલ રજૂ કરી કે ટેરિફ પરરોક લગાવવાથી અમેરિકાની (જુઓ પાનું 10)

કૂટનીતિ અસરગ્રસ્ત બનશે  અને રાષ્ટ્રપતિ તેની મદદથી વિદેશી મામલાઓને વધુ સારી રીતે ઉકેલી શકે છે.

ટ્રમ્પે ચીન સાથે કર્યો દુર્લભ ખનીજનો સોદો

રેર મિનરલ્સનાં બદલામાં ચીનનાં છાત્રોને મળશે અમેરિકામાં અભ્યાસની છૂટ : ટ્રમ્પ

વોશિંગ્ટન, તા.11: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે રેર અર્થ મિનરલ્સ એટલે કે, દુર્લભ ખનિજ માટે મોટી સમજૂતીની જાહેરાત કરી છે. ટ્રમ્પે આ સમજૂતીને બન્ને દેશ વચ્ચે મહાન સંબંધની પ્રતીક ગણાવી છે. આ સમજૂતી હેઠળ ચીન અમેરિકાને દુર્લભ ખનિજો અને ચુંબકીય પદાર્થનો પુરવઠો પૂરો પાડશે. જેના બદલામાં અમેરિકા ચીની વિદ્યાર્થીઓને પોતાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવાની મંજૂરી આપશે. ટ્રમ્પનાં દાવા  અનુસાર આ સમજૂતી માટે બન્ને દેશ વચ્ચે સૈદ્ધાંતિક સહમતી બની ગઈ છે. હવે શી જિનપિંગ સાથે મળીને ટ્રમ્પ તેના ઉપર મંજૂરીની અંતિમ મહોર લગાવશે.

ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા સાઇટ ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, અમને ચીનથી 55% ટેરિફ મળી રહ્યો છે, જ્યારે ચીનને માત્ર 10% ટેરિફ મળી રહ્યો છે. અમારા સંબંધો સારા છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું ક,ઁ ચીન જરૂરી ચુંબક અને દુર્લભ ખનીજોનો પુરવઠો પૂરો પાડશે, અને યુ. એસ. ચીની વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવેશ જેવી શરતોને પણ પૂર્ણ કરશે.

વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે આ ડીલ બાદ અમેરિકા ચીનથી આવતા સામાન પર કુલ 55% ટેક્સ લગાવશે. આમાં સમાનતા જાળવવા માટે 10% બેઝલાઇન ટેરિફ, ફેન્ટાનિલ ટ્રાફાકિંગ સામે 20% ટેરિફ અને પહેલેથી જ લાગુ ટેરિફનો 25% હિસ્સો હશે. બીજી તરફ, ચીન અમેરિકાથી આવતા ઉત્પાદનો પર માત્ર 10% ટેરિફ લાદશે.

દુર્લભ પૃથ્વી ખનીજો સ્માર્ટફોન, બેટરી, સંરક્ષણ ઉપકરણો અને ઉચ્ચ-ટેકનોલોજી ઉદ્યોગો માટે જરૂરી છે. અમેરિકા લાંબા સમયથી આ ખનીજ માટે ચીન પર નિર્ભર રહ્યું છે. બીજી તરફ ચીનના વિદ્યાર્થીઓને અમેરિકાની શિક્ષણ પ્રણાલીમાં પ્રવેશ આપવાથી બંને દેશો વચ્ચેના શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત થશે. આ સમજૂતીથી વેપાર, શિક્ષણ અને ભૂ-રાજકીય મોરચે અમેરિકા-ચીન સંબંધોમાં નવો અધ્યાય શરૂ થઈ શકે છે.  

ઇ-પેપરના નવા શુલ્ક