• રવિવાર, 31 મે, 2026

રાજસ્થાનમાં રેતીનો ભયાનક વંટોળ : ભરબપોરે અંધારું

30 મિનિટ સુધી ચાલેલા કુદરતના પ્રકોપ બાદ અચાનક શરૂ થયો વરસાદ

જયપુર, તા. 30 : રાજસ્થાનના સરહદી જિલ્લામાં શનિવારે બપોરે પ્રકૃતિનું એક અદ્ભુત અને બિહામણું રૂપ સામે આવ્યું હતું. ચૂરુમાં બપેરે 12 વાગ્યા આસપાસ અને શ્રીગંગાનગરમાં પણ અચાનક હવામાનનો મિજાજ પૂરી રીતે બદલાયો હતો. આકાશમાં ધૂળ અને રેતીનો એટલો વિશાળ ગુબ્બારો ઉઠયો હતો કે પૂરા સૂરજને જ ઢાંકી લીધો હતો.

ધૂળનો વંટોળ એટલો ગાઢ હતો કે  જોતજોતામાં બપોરના સમયે જ અંધારું છવાયું હતું અને વિઝિબિલિટી ઘટીને શૂન્યની નજીક પહોંચી હતી.

સડકો ઉપર ચાલતા વાહનોના પૈડાં થંભી ગયા હતા અને વાહનચાલકોએ મજબૂરીમાં હેડલાઇટ્સ શરૂ કરવી પડી હતી. હવામાન વિભાગના સ્થાનિક સૂત્રો અનુસાર આ રેતીનો ચક્રવાત મામૂલી આંધી નહોતી. આ સમયે હવાની રફતાર 70 કિમી પ્રતિકલાકની માપવામાં આવી હતી. અંદાજિત 30 મિનિટ સુધી કુદરતના પ્રકોપનાં કારણે લોકો ઘરની બારીઓ અને દરવાજા બંધ કરવા મજબૂર બન્યા હતા. જો કે રેતીના તોફાન બાદ તરફ બીજું રૂપ જોવા મળ્યું હતું જેમાં અચાનક વાદળો છવાયાં હતાં અને અમુક સ્થળોએ વરસાદ શરૂ થયો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક