• રવિવાર, 31 મે, 2026

જૂની ચાવંડ ગામે શેઢાના પ્રશ્ને બે પિતરાઈ ભાઈઓ વચ્ચે મારામારી

વૃદ્ધ સહિત બે ઘવાયા

જૂનાગઢ, તા.30 : વિસાવદર તાલુકાનાં જૂની ચાવંડ ગામે ખેતરના રસ્તા અને શેઢા પ્રશ્ને બે પિતરાઈ ભાઈઓ વચ્ચે મનદુ:ખ ચાલતું હોઈ કોર્ટનો ચુકાદો આવી ગયા બાદ શેઢા પરના ઝાડની ડાળીઓ કાપવા અંગે બન્નેના પરિવાર વચ્ચે મારામારી થતા વૃદ્ધ સહિત બેને ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા છે આ અંગે સામ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત પ્રમાણે જૂની ચાવંડ ગામે રહેતા ચંદ્રકાંત વલ્લભ રુડાણી (ઉં. 42)ને તેના પિતરાઈ જયદીપ ઉર્ફે જયેશ વિનુ રુડાણી સાથે શેઢાનુ મનદુ:ખ ચાલતું હતું. આ અંગે કોર્ટમાં કેસ કરતા ચંદ્રકાંત રુડાણીની તરફેણમાં ચુકાદો આવેલો હતો. તેથી ચંદ્રકાન્ત રુડાણીએ પોતાના પિતરાઈ જયદીપને શેઢા પરના ઝાડની ડાળીઓ કાપવાનું કહેતા બન્ને વચ્ચે બોલાચાલી બાદ મારામારી થતાં ચંદ્રકાંત અને તેના વૃદ્ધ પિતા ઉપર ધારીયા વડે હુમલો કરી ઇજા પહોંચાડાની ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામાં પક્ષે વિનુ ભીમા રુડાણીએ ચંદ્રકાંત વલ્લભ અને વલ્લભ અરજણ રુડાણી સામે ઢીકાપાટુ અને લાકડીથી માર માર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોંધી તપાસ હાથ ધરી છે.

જૂનાગઢની યુવતીને પાગલ પ્રેમીના ત્રાસની ફરિયાદ

જૂનાગઢ, તા.30 : જૂનાગઢમાં જોષીપરા વિસ્તારમાં રહેતી શ્રેયા લલિત નારણ વરૂ (ઉં. 18) ને ઇન્સ્ટાગ્રામ ઉપર સુરતના પ્રિન્સ કોરિયાનો સંપર્ક થયા બાદ આ શખસે યુવતી સાથે સંબંધ બાંધવા છેલ્લા ચાર માસથી ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર તેને તથા તેના પરિવારને મેસેજ કરી છેલ્લા માનસિક ત્રાસ ગુજારતા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક