નવી દિલ્હી, તા. 30 ઃ કોઈપણ બેટ્સમેન માટે હિટ વિકેટ થવું ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. જો કે સાઈ સુદર્શન સાથે એવું બન્યું છે કે સતત બે મેચમાં હિટ વિકેટ થયો છે. આરસીબી સામે મેચમાં સાઈ સુદર્શન હિટ વિકેટ થયો હતો અને તેનાથી નિરાશા થઈ હતી. ત્યારબાદ બીજા ક્વોલીફાયરમાં પણ સમાન બનાવ બન્યો હતો અને આ સાથે પોતાનાં નામે એક વણમાગ્યો રેકોર્ડ કરી લીધો હતો. સાઈ સુદર્શન આઇપીએલમાં કુલ ત્રણ વખત હિટ વિકેટ થનારો પહેલો બેટ્સમેન બન્યો છે. જો કે મેચ બાદ સુદર્શને કહ્યું હતું કે તે પોતાની ગ્રીપમાં બદલાવ કરશે. જો કે વારંવાર હિટ વિકેટ કેમ થઈ રહ્યો છે તેનો કોઈપણ જવાબ તેની પાસે નથી.