અમદાવાદ, તા. 30 ઃ આઇપીએલના ખિતાબી મુકાબલામાં આવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મહામુકાબલો થવાનો છે. બેંગલોરની ટીમ પહેલો ક્વોલીફાયર જીતીને પહેલા જ ફાઇનલમાં પહોંચી હતી જ્યારે ગુજરાતની ટીમ બીજા ક્વોલીફાયરમાં રાજસ્થાનને હરાવીને ખિતાબી જંગ સુધી પહેંચી છે. આરસીબી ખિતાબ બચાવવા માત્ર એક કદમ દૂર છે.
શુભમન ગિલની કેપ્ટનશીપની ગુજરાત ટાઇટન્સની વાત કરવામાં આવે તો લીગ સ્ટેજમાં બીજા નંબરે રહેલી ટીમને ક્વોલીફાયર-1માં બેંગલોર સામે હારનો સામનો કરવો પડÎો હતો. આ સીઝનમાં બન્ને ટીમ વચ્ચે ચોથી ટક્કર થવાની છે. બન્ને ટીમ એકબીજા સામે એક જીત અને એક હારનો સામનો કરી ચૂકી છે. હવે આરસીબીનું પલડું ભારે લાગી રહ્યું છે.
જો હેડ ટુ હેડ મુકાબલાની વાત કરવામાં આવેલ તો આ બન્ને વચ્ચે 10મી ટક્કર બનશે. અત્યારસુધીમાં રમાયેલા નવ મેચમાં ગુજરાતે ચારમાં અને બેંગલોરે પાંચમાં જીત મેળવી છે. આરસીબીએ ગુજરાત સામેની ટક્કરમાં સૌથી વધારે 254 રન કર્યા છે જ્યારે ગુજરાતનો આરસીબી સામેનો સર્વોચ્ચ સ્કોર 205નો જ છે.
આશા છે કે પીચ હાઇસ્કોરિંગ રહી શકે છે. જેમ કે આઇપીએલની પૂરી સીઝનમાં જોવા મળ્યું છે. જેમાં મોટાભાગના મેચમા 200નો આંકડો ટીમ આરામથી પાર કરી રહી છે. આટલું જ નહીં મોટા સ્કોરનો પીછો કરવા ઉતરેલી ટીમ પણ સરળતાથી લક્ષ્ય સુધી પહોંચી રહી છે.