એક વર્ષ જૂની અદાવતમાં અવાણિયા નજીક અકસ્માત સર્જી ત્રણ યુવકને નિશાન બનાવ્યાનો આરોપ
ભાવનગર,
તા.30 : જિલ્લાના ઘોઘા તાલુકાના અવાણિયા ગામ નજીક સર્જાયેલા જીવલેણ અકસ્માતના કેસમાં
ઘોઘા પોલીસે મુખ્ય આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
છે. પ્રાથમિક તપાસમાં આ અકસ્માત પાછળ એક વર્ષ જૂની અદાવત અને બદલો લેવાની ભાવના જવાબદાર
હોવાનું સામે આવ્યું છે.
એક
વર્ષ પહેલાં ભૂતેશ્વર ગામે આરોપી હસમુખ ઉર્ફે સીસો કંટારિયાના ભાઈ પીયૂષ કંટારિયાની
હત્યા કરવામાં આવી હતી. આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને હાલના કેસમાં સંડોવાયેલા
ફરિયાદી જામીન પર બહાર આવ્યા હતા. આ બાબતની અદાવત રાખી આરોપીએ ફરિયાદી તથા તેના મિત્રોને
નિશાન બનાવવાનું કાવતરું ઘડયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ફરિયાદી, શાંતિ કંટારીયા
અને રોનક કંટારિયા એક્ટિવા પર ભાવનગરથી ભૂતેશ્વર જઈ રહ્યા હતા ત્યારે અવાણિયા ગામ નજીક
આરોપીએ પોતાની ઇકો કારથી તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ઘટનામાં શાંતિ કંટારિયાનું
મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ઘોઘા
પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે
હસમુખ ઉર્ફે સીસો કંટારિયાને ઝડપી લીધો છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ મારામારી સહિતના
ત્રણ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
પત્ની
સાથેના ઝઘડામાં સસરાની હત્યા કરનાર જમાઈ સહિત ત્રણ ઝડપાયા
ભાવનગર,
તા.30 : ભાવનગરમાં પારિવારિક વિવાદ લોહિયાળ બનતા જમાઈએ સસરાની હત્યા કરી હોવાની ઘટના
સામે આવી છે. પત્ની રસીલાબેન ઓપરેશન બાદ પિયર રહેતા હોવાથી પતિ રાકેશભાઈ કુકવાવા સાથે
વારંવાર મતભેદ થતા હતા. ગઈકાલે રાકેશભાઈ પત્નીને પરત લઈ જવા માટે સસરાના ઘરે પહોંચ્યા
હતા. આ દરમિયાન બન્ને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આરોપીએ પત્ની સાથે મારઝૂડ શરૂ
કરતા વચ્ચે પડેલા સસરા ગોરધનભાઈ દલસાણીયા પર પણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ ગોરધનભાઈને
હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ
થતાં પોલીસે હત્યા અને મારામારીનો ગુનો નોંધી મુખ્ય આરોપી રાકેશભાઈ કુકવાવા સહિત પારુલ
સોલંકી અને હેતલબેન મકવાણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.