કોચીથી અબુધાબી જતા મુસાફરોનો જીવ પડીકે બંધાયો
કોચી, તા. 7ઃ કેરળના કોચી એરપોર્ટથી અબુધાબી માટે ઉડાન ભર્યા બાદ એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનમાં આકાશમાં જ મોટી કટોકટી સર્જાઈ હતી. ફ્લાઇટ શરૂ થયાના આશરે 50 મિનિટ બાદ 36000 ફૂટની ઊંચાઈએ વિમાનના એક એન્જિનમાં ઇંધણ(ઓઇલ)નું સ્તર ઝડપથી ઘટવા લાગ્યું હતું. ખતરાને પારખીને ક્રૂ મેમ્બર્સે તુરંત જ વિમાનને પાછું વાળીને કોચી એરપોર્ટ પર સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ સમયસૂચકતાના કારણે એક મોટી હોનારત ટળી હતી અને ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સલામત છે.