ઝ-20 ઇન્ટરનેશનલ મેચમાં 150 મેચમાં કપ્તાનીનો રેકોર્ડ બનાવ્યો
દુબઈ,
તા.6: હરમનપ્રિત કૌરની કપ્તાનીના 1પ0 મેચમાં પાકિસ્તાન સામેના જોરદાર વિજયથી ભારતીય
મહિલા ટીમ એશિયા કપ ફાઇનલ માટે નિશ્ચિત બની છે. પાક. સામેની 7 વિકેટની આસાન જીત બાદ
ભારતીય કપ્તાન હરમનપ્રિત કૌરે કહ્યું કે અમારા માટે આ મહત્ત્વપૂર્ણ મુકાબલો હતો. અમે
આક્રમક શૈલિથી જીત હાંસલ કરવા માગતા હતા. જેમાં સફળ રહ્યા. તમામ બોલર્સનો દેખાવ શાનદાર
રહ્યો. અમે પિચ અનુસાર બોલિંગ કરી. મને ખબર છે કે આ ટીમ શું કરી શકે છે. પ6 રનનો પીછો
કરતા ત્રણ વિકેટ ગુમાવવાના સવાલ પર હરમને જણાવ્યું કે આવું થતું રહે છે. પાકિસ્તાન
પાસે સારૂ બોલિંગ આક્રમણ છે.
ટી-20
ઇન્ટરનેશનલ મેચમાં 1પ0 મેચમાં કપ્તાની કરનાર પ્રથમ સુકાની બનવા પર હરમનપ્રિતે કહ્યું
કે ટીમની આભારી છું. આશા છે કે ટીમને આવી જ સફળતા અપાવતી રહીશ. ગઈકાલના એશિયા કપના મેચમાં પાક. મહિલા ટીમ ભારતની
સ્પિન બોલિંગ સામે ફકત પપ રનમાં ડૂલ થઈ ગઈ હતી. બાદમાં ભારતે 3 વિકેટે વિજય લક્ષ્યાંક
હાંસલ કરી લીધો હતો.