• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

avshan nodh

દેહદાન

રાજકોટ: નૌતમલાલ દામોદરભાઇ પતિરાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા દેહદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 813મું ચક્ષુદાન તથા 63મું દેહદાન થયેલ છે.

બાબરા: દાઉદી વોરા હાજી ફરરૂદિનભાઈ એમદઅલી સદીકોટ (ઉ.વ.83) તે મ.બતુલબેનના પતિ, કુરબાનભાઈના મોટાભાઈ, મ.તૈયબીભાઈ, મુસ્તફાભાઈ, મ.સમીમબેન રાજકોટના પિતા, મુફદલ, ઈબ્રાહીમ, મુર્તુજા, હુસૈન, અલીહુસૈન, મનસુરના દાદાનું તા.ર0ના અવસાન થયું છે. જિયારતના સિપારા તા.ર1ના મગરીબની નમાજ બાદ મોટી મસ્જીદ બાબરા છે.

રાજકોટ: ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો મુળ જસદણ, હાલ રાજકોટ હરેશભાઈ છેલશંકરભાઈ ત્રિવેદીનાં પત્ની દેવીન્દ્રાબેન તે કુંદનબેન બી. જોષી, રાજેશભાઈ, હેમંતભાઈના ભાભી, અભિષેક, અર્જુનના માતા, પરેશભાઈ, મુકેશ, શૈલેષના બહેન, પ્રિતેશ, આનંદ, ઓમકાર, ત્રિલોકનાં કાકીનું તા.18ના અવસાન થયુ છે. બેસણુ તા.ર1ના સાંજે 4 થી 6 ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.

જૂનાગઢ: જગદીશભાઈ સુમંતરાય સ્વાદિયા (ઉ.77) (નિવૃત્ત પ્રોફેસર-કોમર્સ કોલેજ) તે જાગૃતિબેનના પતિ, ચિંતન, અનિમેષનાં પિતા, સ્વ.હંસાબેન, સ્વ.સુનિલભાઈ, વિનેશભાઈ, કાશ્મીરાબેન, રેખાબેનનાં ભાઈનું તા.19નાં અવસાન થયુ છે. અંતિમ યાત્રા તા.ર1ને શનિવારે સાંજે 4 વાગે તેમના નિવાસ સ્થાન ર3/પંચશીલ સોસાયટી, જૂનાગઢથી નિકળશે. ઉઠમણુ તા.રરનાં સાંજે પ થી પ.4પ ભૂતનાથ સત્સંગ હોલ, જૂનાગઢ છે.

રાજકોટ: મૂળ ખાંભા ગિર નિવાસી હાલ રાજકોટ સંતોકબેન નાથાભાઈ મોરઘ્રા (ઉં.9પ) તે ચુનીભાઈ, દિનેશભાઈ, ધનજીભાઈના માતાનું તા.18ના અવસાન થયું છે.

તાલલા ગીર: હડમતીયા ગિરનાં નંદુબેન (ઉ.98) તે ધીરજલાલ, કાંતિલાલ, વ્રજલાલ ભટ્ટીના માતાનું તા.ર0ના અવસાન થયું છે.

જસદણ: દશા મોઢ માંડલિયા વણિક હંસાબેન રતિલાલ ભાડલીયા (ઉ.71) તે ગોપાલભાઈ, સપનાબેન મિતલકુમાર મહેતા (ભાવનગર), હેમાબેન રાજેશભાઈ સોલંકી (ઉના), સંગીતાબેન ધર્મેશભાઈ સોલંકી (ઉના)ના માતાનું તા.ર0ના અવસાન થયું છે. બેસણુ તા.ર1નાં સાંજે 4 થી પ ગાયત્રી મંદિર, નવા બસ સ્ટેન્ડ સામે, જસદણ છે.

લીંબડી: ધનવિદ્યાબેન જાની (પૂર્વ શિક્ષક એચ.કે. પ્રાયમરી સ્કૂલ)નું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.21ના 3 થી 5 મોઢ વણિક જ્ઞાતિની વાડી, તાલુકા શાળા નંબર-3, (કન્યા શાળા) સામે, ગ્રીન ચોક, લીંબડી ખાતે છે.

રાજકોટ: નીતિનભાઇ ધામેચા (ઉ.63) તે સ્વ. મગનલાલ કુરજીભાઇ ધામેચાના પુત્ર, કમલેશભાઇ તથા શૈલેષભાઇના મોટા ભાઇનું તા.20ના અવસાન થયું છે. ઉઠમણું તથા પ્રાર્થના સભા  તા.21ને શનિવારે સાંજે 5 થી 6 કલાઉડ નાઇન ટાવર-બી, સોસાયટીના ગ્રાઉન્ડમાં, એચસીજી, હોસ્પિટલની સામે, અયોધ્યા ચોક, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક