• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

વલસાડના કપરાડામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 7નાં મૃત્યુ

ક્ષ          એક જ પરિવારના

            5 સભ્યના મૃત્યુથી કલ્પાંત છવાયો : ગંભીર ચેતવણીવાળા વળાંક પર જ સર્જાઈ દુર્ઘટના

સુરત, તા.20: વલસાડના કપરાડા તાલુકાના કુંભઘાટ પર આજે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં સાત લોકોના મૃત્યુ થયા હતા. વલસાડના ગંભીર ચેતવણીવાળા કુંભઘાટ પર ઇકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજતા કલ્પાંત છવાયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે, ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

કુંભઘાટ પર કાર-ટ્રક વચ્ચેના અકસ્માતમાં કંપારી છોડાવી દે તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. એક મહિલાનું આખું માથું કપાઈ ગયું હતું અને માંસપેશીના ટૂકડા રોડ પર વિખરાયેલા જોવા મળ્યા હતા. અકસ્માતમાં કપરાડાના આંબા જંગલના એક જ ગામના પાંચ સભ્યના ઘટના સ્થળે અને અન્ય બે વ્યક્તિના મૃત્યુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા હતા. અકસ્માત થતા કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે આજુબાજુ સ્થાનિકો દોડી આવ્યા હતા. આંબા જંગલના એક સાથે સાત લોકોના મૃત્યુ થતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓ કપરાડાથી નાનામોંઢા જવા માટે નીકળ્યા હતા. અકસ્માતના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક