• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

અવસાન નોંધ

સલાયા નગરપાલિકાના સભ્ય, સેવાકર્મી ઈશાભાઈ કારાનું અવસાન

સલાયા: સલાયા નગરપાલિકાના સદસ્ય (આમ આદમી પાર્ટી), સામાજિક કાર્યકર એવા ઈશાભાઈ કારા (ઉં.52)નું અવસાન થયું હતું. ઈશાભાઈને શ્વાસની, બીપીની તકલીફ થતા એમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તબિયત વધુ અવસાન થયું હતું. આ સમાચારથી સલાયામાં ગ્રામજનોમાં પણ દુ:ખની લાગણી પ્રસરી હતી. ઈશાભાઈ નગરપાલિકાના સદસ્ય હોવા ઉપરાંત ગ્રામજનોના નાના મોટા દરેક પ્રશ્નોમાં લોકોને મદદ કરતા હતા. લાઈટ અને પાણીના નાનામોટા પ્રશ્નો ઉકેલવા તેઓ હંમેશાં હાજર રહેતા તેમજ કિટલીવારા ડાડાના ઉર્સમાં મોહરમમાં સેવા આપતા હતા.

 

 

સ્કીન ડોનેશન, ચક્ષુદાન

રાજકોટ: રોશનબેન સલમાનભાઈ ઘટકાઈનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા 47મું સ્કીન ડોનેશન થયેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 881મું ચક્ષુદાન તથા 47મું સ્કીન ડોનેશન થયેલ છે.

જૂનાગઢ: ધોળકિયા પ્રફુલ્લચંદ્ર દેવકરણભાઇ (ઉં.75) તે સમીરભાઇ, જીજ્ઞેશભાઇ, પ્રજ્ઞેશભાઇ અને હર્ષદભાઇના પિતાનું તા.18ના અવસાન થયું છે. ઉઠમણું તા.19ના સવારે 10 કલાકે ઘરમેળે છે બેસણું બપોરે 4થી 6  “વ્રજ’’ બ્લોક 81 શુકન રેસીડેન્સી સુભાષ એકેડેમી સામે, ખામધ્રોલ રોડ, જૂનાગઢ છે.

રાજકોટ: માળીયાવાળા સોની શામજીભાઈ લાલજીભાઈ પારેખની પૌત્રી હંસાબેન પ્રફુલ્લકુમાર પાટડિયા તે પ્રવિણભાઈ શામજીભાઈની પુત્રી, પ્રદિપભાઈ, હરિભાઈ, દક્ષાબેન, ભારતીબેનના બહેનનું તા.18ના અવસાન થયું છે. પિયર પક્ષનું બેસણુ તા.ર0ના સવારના 10.30 થી 11.30 સુધી ઝાલાવાડી સોની સમાજની વાડી યુનિટ નં.ર, કોઠારીયાનાકા ખાતે છે.

જેતપુર: જયસુખભાઈ દયાળજીભાઈ બોસમીયાના પુત્ર મિતેશભાઈના પત્ની ઉર્વશીબેન તે મહેશભાઈ ચત્રભુજભાઈ અગ્રાવતની પુત્રીનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19નાં સાંજે 4.30 થી 6 સોરઠીયા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, ભાદર રોડ, જેતપુર છે.

જૂનાગઢ: કિશોરચંદ્ર રવજીભાઈ સંઘવી (ઉ.77) તે સ્વ.ગાંડુભાઈ, સ્વ.શાન્તિભાઈ, સ્વ.કાન્તિભાઈ, સ્વ.પ્રભુદાસભાઈ તથા સ્વ.વસંતભાઈ, સ્વ.ગુણવંતિબેન, સ્વ.વિજયાબેન, ભાવનાબેનના નાનાભાઈ, ગોંડલ સંપ્રદાયના હસ્મિતાબાઈ મ.સ.ના સંસારી મોટાભાઈ, જીજ્ઞેશભાઈ, મિતુલભાઈ અને રીનાબેન મનિષભાઈ શાહના પિતા, ક્રિષ્ના કેલ કોઠારી, વિભૂતિ અને રિદ્ધિના દાદા મનિષભાઈ અને હિતેષભાઈના કાકાનું તા.18ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.ર0ના સવારે 10:1પ કલાકે ઉપાશ્રય ઉમિયા સોસાયટી, ગિરિરાજ મેઈન રોડ, જૂનાગઢ છે.

રાજકોટ: સરોજબેન કક્કડ તે સ્વ.અનંતરાય દલસુખરાય ક્કકડના પત્ની, ચંદુલાલના ભાભી, મુકેશભાઈ, નિલેષભાઈના માતા, કિશન, નિહિર, પિયુષભાઈ, અજયભાઈના દાદીનું તા.18ના અવસાન થયુ છે. બેસણુ/સાદડી તા.19ના સાંજે 4.30 થી પ.30 પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે.

ઉપલેટા: દશા સોરઠીયા વણિક જયાબેન સાંગાણી (ઉ.94) તે સ્વ.રમણિકલાલ ભીમજી સાંગાણીના પત્ની હંસાબેન, માધવીબેન પ્રફુલભાઈ તથા નિતિનભાઈના માતાનું તા.17ના અવસાન થયુ છે. બેસણુ તા.19ના સાંજે 4 થી 6 ધ્રુવવાડી, ખીજડાશેરી, નાગનાથ ચોક પાસે, ઉપલેટા છે.

રાજકોટ: ઓતમબેન મકનભાઈ પાદરીયા (ઉ.91) તે વલ્લભભાઈ, સુનીલભાઈ, હસમુખભાઈ, રાજુભાઈના માતાનું તા.18ના અવસાન થયું છે. તા.ર0નાં સાંજે 4 થી 6 પર્ણટી કો-ઓપ. હાઉસીંગ સોસાયટી લી. નાનામવા રોડ, રાજકોટ છે.

બગસરા: જેતપુર નિવાસી મહેશભાઈ કાંતિભાઈ ગણાત્રા (ઉં.70) તે નીરવભાઈ, નિકુંજભાઈ, વૈશાલીબેન આડતિયાના પિતા, શાંતિલાલ વલ્લભદાસ મશરૂના જમાઈ, પ્રવીણભાઈ, ગોરધનભાઈ, મુકેશભાઈ, અશોકભાઈ, સુરેશભાઈના બનેવીનું તા.16ના અવસાન થયું છે. બેસણુ તા.ર0ના સાંજે 3 થી પ ગોપાલ ચોક, જુના વાઘણીયા છે.

રાજકોટ: દયાળજીભાઈ છગનભાઈ શિસાંગીયા (ઉ.6પ) તે સ્વ.ભીખુભાઈ, સ્વ.રસીકભાઈના ભાઈ, યોગેશભાઈ, કેતનભાઈના પિતા, વિનુભાઈ, રમેશભાઈ, કાંતીભાઈના બનેવીનું તા.18ના અવસાન થયું છે. બન્નેનું પક્ષનું બેસણુ સાથે તા.ર0નાં 4 થી 6 મવડી મેઈન રોડ, વિશ્વેસ્વર, મહાદેવ મંદિરમાં રાજકોટ છે.

રાજકોટ: હર્ષાબેન મહેતા તે બીપીનચંદ્ર રતિલાલ મહેતાના પત્ની, તોસી, પૂર્વી, વિશાલ, દીપાના માતા, મનોજ રતિલાલ મેહતાના ભાભીનું તા.18ના અવસાન થયું છે. બેસણુ તા.19ના સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન રાજકોટ ખાતે છે.

પોરબંદર: જયશ્રીબેન વસંતલાલ ઠકરાર (ઉ.64) તે વસંતલાલ લાલજી ઠકરારના પત્ની, ચીરાગભાઇ, દીપભાઇના માતા, ચત્રભુજ સુંદરજી પંચમતિયા (મુંબઇ વાળા)ના પુત્રી, જીતેશભાઇ રમણીકભાઇ ઠકરાર, દિવ્યેશ જયંતીલાલ ઠકરારના કાકીનું અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.19ને 4-15 થી 4-45 લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ-બહેનોની સંયુકત છે.

પોરબંદર: રમેશચંદ્ર ગોકલદાસ સામાણી (ઉ.81) તે સ્વ. ધારશીભાઇ, સ્વ. કાંતિલાલ, સ્વ. વજુભાઇના ભાઇ, દિનેશભાઇ, નિલેષભાઇ, ઇલેશભાઇ, અલ્પેશભાઇના પિતાનું તા.18ના  અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.19ના 3-30 થી 4 લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ-બહેનોની સંયુકત છે.

રાજકોટ: ઝાલાવાડી સઇ સુથાર દરજી વિનુભાઇ રતિભાઇ (ભોથાભાઇ) પરમાર (ચોટીલા વાળા) હાલ રાજકોટ  તે મહેન્દ્રભાઇ, સ્વ. ગુણુભાઇ, સ્વ. મુકેશભાઇ (બાબાલાલ) ચોટીલા, રાજુભાઇ, (ન્યુ કુમાર મેન્સવેર, રાજકોટ)ના મોટા ભાઇ, મુન્નાભાઇ (પાટીદાર સિલેકશન, મોરબી), ગીરીશભાઇ (કુમાર સિલેકશન) તથા મોન્ટુભાઇ (કુમાર સિલેકશન, રાજકોટ)નાં પિતા, નિપમભાઇ, નિલેષભાઇ, હિરેનભાઇ, મીતભાઇ, કાનાભાઇ, પાર્થભાઇના ભાઇજીનું તા.17ના અવસાન થયું છે. બેસણું: તા.19ના સાંજે 4 થી 6 કલાકે 10- રણછોડનગર, પટેલ વિહાર હોલ, સી.એમ. મોટરની સામે, કુવાડવા રોડ, રાજકોટ છે.

મોરબી: ગાયત્રીબેન ગોહેલ તે મનુભાઇ લક્ષ્મણભાઇના પત્નીનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.19નાં સાંજે 4 થી 6 પાંજરા પોળ, ગૌશાળા સામે, લીલાપર રોડ, મોરબી છે.

રાજકોટ: સરોજબેન અનંતરાય કક્કડ તે સ્વ. અનંતરાય દલસુખભાઇ ક્કકડના પત્ની, મુકેશભાઇ, નિલેશભાઇ, વર્ષાબેન, રેખાબેન, નિતાબેનના માતા, સ્વ. છોટાલાલ ગોરધનભાઇ ખીમાણી (ગોંડલ)ના પુત્રી, ચંદુલાલ દલસુખભાઇ કક્કડના ભાભીનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.19નાં સાંજે 4-30 થી 5-30 પિયરપક્ષની સાદડી સાથે પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે.

માળિયા હાટીના: મનહરલાલ કરસનદાસ ઠક્કર (માણેક) (ઉ.81) તે ભાવનગર વાળા, નયનભાઇ ઠક્કર, આશાબેન સોમૈયા, અલ્પાબેન ઠકરારના પિતા, નગીનદાસ ચુનીલાલ સોમૈયા તથા  શૈલેષભાઇ છોટાલાલ ઠકરારના સસરા, રવિભાઇ સોમૈયા, યશભાઇ ઠકરાર, પાયલબેન સોમૈયા, પુજાબેન સોમૈયા, ધારાબેન ઠકરારના નાના, પુનમ નયનભાઇ ઠકકરના દાદાનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું: પિયરપક્ષની સાદડી તા.19ના સાંજે 4 થી 5 રામેશ્વર મંદિર, રેલવે સ્ટેશન પાસે, માળિયા હાટીના છે.

સાવરકુંડલા: દિવ્યાબેન પટેલ (ઉ.70) તે અશોકભાઇ ચંદુભાઇ પટેલના પત્ની, કેતનભાઇ તથા સુમિતભાઇના માતાનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19નાં સવારે 9 થી સાંજે 5 ‘ઉમિયા કુંજ’ હાથસણી રોડ, મીરા પાનની સામેની શેરી, સાવરકુંડલા છે.

ઉપલેટા: દશા સોરઠીયા વણીક સ્વ. જયાબેન રમણીકલાલ સાંગાણી (ઉ.94) તે રમણીકલાલ ભીમજી સાંગાણીના પત્ની, હંસાબેન, માધવીબેન, પ્રફૂલભાઇ, નીતિનભાઇના માતાનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4 થી 6 ધ્રુવ વાડી ખીજડા શેરી, નાગનાથ ચોક પાસે, ઉપલેટા છે.

ઇ-પેપરના નવા શુલ્ક