• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

દુનિયાને નુકસાન પહોંચાડી રહ્યું છે ચીન : IMF

-આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે ચીનને આપી ચેતવણી ઃ પોતાની ભૂલો તત્કાળ પ્રભાવથી સુધારવા આગ્રહ કર્યો

નવી દિલ્હી, તા. 19 ઃ ચીનને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે આઈએમએફએ મોટી ચેતવણી આાu છે. ચીનની આર્થિક નીતિઓની આલોચના કરતા વૈશ્વિક એકમે સાફ કહ્યું છે કે ચીન પોતાની નીતિઓથી પોતાને નુકસાન કરી રહ્યું છે અને દુનિયાના તમામા અન્ય દેશોને પણ પ્રભાવિત કરી રહ્યું છે. ચીને તત્કાળ પ્રભાવથી પોતાની ભુલોને સુધારીને ઘરેલુ ઉપભોક્તા ખર્ચ ઉપર આધારીત મોડેલને અપનાવવું જોઈએ.

આઈએમએફએ એક રિપોર્ટમાં ચીનને ચેતવણી આપી છે. હકીકતમાં બ્લૂમબર્ગ અનુસાર આઈએમએફના કાર્યકારી ડાયરેક્ટર્સે 18 ફેબ્રુઆરીના રોજ ચીનની અર્થવ્યવસ્થા મુદ્દે પોતાની વાર્ષિક સમીક્ષા દરમિયાન નિવેદન આપ્યું હતું. જેમાં ચીનના એકાઉન્ટ સરપ્લસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જેનો બિઝનેસ પાર્ટનર્સ ઉપર પ્રતિકુળ પ્રભાવ પડી રહ્યો છે.

આઈએમએફએ પોતાની સમીક્ષા રિપોર્ટમાં કહ્યું છે કે ચીનનું એકાઉન્ટ સરપ્લસ મોટું છે. ચીનના નિકાસમાં આવેલી તેજી વચ્ચે સપ્લસ 73 ટકાની વૃદ્ધિ સાથે રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે અને યુઆઈનની કિંમત તુટવાના કારણે ચીની નિકાસને ફાયદો પહોંચી રહ્યો છે. જો કે તેની ઘરેલુ માગ સતત કમજોર પડી રહી છે અને આયાતમાં કમી આવી રહી છે. આ સ્થિતિ ચિંતાનો વિષય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક