ચક્ષુદાન
રાજકોટ:
કુંદનબેન હસમુખભાઇ ચગનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 814મું ચક્ષુદાન
થયું છે. ફેબ્રુઆરી-2026માં આ સાતમું (7) ચક્ષુદાન છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મેહતા: 94285
06011નો સંપર્ક કરવા જણાવાયું છે.
ચક્ષુદાન
માંગરોળ:
કેશોદ તાલુકાના ઇસરા (ઘેડ) મુકામે રહેતા સ્વ. હિમીબેન રણમલભાઇ પીઠિયા (ઉં.95) તે જેઓ
જગદીશભાઇ, વરજાંગભાઇ તેમજ બાબુભાઇના માતા, અરશીભાઇ (યુટયૂબર)ના દાદીનું અવસાન થતા પરિવારજનો
દ્વારા ચક્ષુદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી આ માટે માંગરોળ નોકરિયાત સહકારી મંડળી લિ.ના
મેનેજરશ્રી મહેન્દ્રભાઇ નંદાણિયા દ્વારા શિવમ ચક્ષુદાન, આરેણા પરિવારનો સંપર્ક કરી
નાથાભાઇ નંદાણિયાને જાણ કરાતા ચક્ષુદાન કલેક્શન વખતે મોહિતભાઇ સોલંકી ઉપસ્થિત હતા.
ચક્ષુદાનમાં જગદીશભાઇ લખમણભાઇ ઘુસરના પ્રયાસથી થોડા સમય પહેલા ચક્ષુદાન આ ગામમાં શકય
બનેલ, આજે ત્રીજુ ચક્ષુદાન થયું છે. પરિવારના સભ્યો સાથે એડવોકેટ દિનેશભાઇ ઘુસર ઉપસ્થિત
હતા.
જાફરાબાદ:
સ્વ. ભીખાભાઇ નાનજીભાઇ ભટ્ટીના મોટા દીકરા ભાવેશભાઇ (ઉ.46) તે તુલસીભાઇ, સ્વ. શાંતીભાઇ,
જીતુભાઇ, પ્રતાપભાઇના ભત્રીજા, નિલેશભાઇ ભટ્ટી, હર્ષાબેન સંજયકુમાર વાઢેર, ઉષાબેન પ્રકાશકુમાર
મારૂ, પ્રિયંકાબેન ધર્મેશકુમાર ડાભીના મોટા ભાઇ, બચીબેન અમૃતલાલ વકાણી (મહુવા), સ્વ.
મુકતાબેન જગુભાઇ વાઢેર (દેલવાડા)ના ભત્રીજાનું
તા.19ના અવસાન થયું છે.
રાજકોટ:
મચ્છુ કઠિયા સઇ સુથાર દરજી શિવરાજગઢ વાળા, હાલ રાજકોટ ગુલાબબેન સોલંકી (ઉ.90) તે સ્વ.
શાંતિલાલ ભગવાનજીભાઇ સોલંકીના પત્ની, વલ્લભભાઇ, દિલીપભાઇ, રાજેશભાઇ, સ્વ. દમયંતીબેન, કુંદનબેન, ઉષાબેનના માતા,
નીલાબેન, દીનાબેન, હેતલબેનના સાસુ, સ્વ. હરિભાઇ દેવરાજભાઇ ધામેચાના (ગોંડલ)ના દીકરીનું
તા.20ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4 થી 5 કમળગંગાની વાડી, વિજય પ્લોટ-22-24,
રાજકોટ છે.
ડોળાસા:
લીલીબેન દાનાભાઇ બારડ (ઉ.70) તે જીતુભાઇ બારડ (જેટકો અડવી), વનીબેન કનકસિંહ ઝાલા (ધામળેજ),
મનીષાબેન અજીતભાઇ મોરી (દેદાની દિવાળી) અને દિવાળીબેન જશુભાઇ ડોડીયા (ધામળેજ)ના માતુશ્રી
તે ધીરૂભાઇ અને કાનાભાઇના ભાભી તેમજ મંજુબેન દીપકભાઇ જાદવ (જંત્રાખડી)ના મોટા મા તે
કરણભાઇ અને જાનવીબેનના દાદી તે કરશનભાઇ સારીંગભાઇ ગોહિલના બહેન તે દિનેશભાઇ (માર્કેટીંગ
યાર્ડ- ડોળાસા) અને પ્રતાપભાઇના ફૈબાનું તા.21ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.23ને
સોમવારે નવાપરા, કોમ્યુનિટી હોલ ખાતે રાખેલ છે.
પોરબંદર:
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ પુષ્પાબેન (ઉ.82) તે ડો. રજનીભાઇ જે. શુકલના પત્ની, ડો. વિપુલભાઇ
શુકલના માતુશ્રી અને પર્વના દાદીમાનું તા.21ના અવસાન થયું છે. પ્રાર્થના સભા: તા.23ને
સોમવારે ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે 4 થી 5 રાખેલ છે.
રાજકોટ:
લાલજીભાઇ નાનજીભાઇ ચૌહાણ (ઉ.94) તે પ્રતાપભાઇ ચૌહાણના મોટાભાઇ, ભુપેન્દ્રભાઇ, અશોકભાઇ,
રાજેશભાઇ, સુનિલભાઇ તથા જયોતિબેન અશોકકુમાર ભટ્ટીના પિતાનું તા.21મીએ અવસાન થયું છે.
બેસણું: તા.23ને સોમવારે સાંજે 4 થી 6 ઓમકારેશ્વર મહાદેવ મંદિર, વિદ્યુતનગર, રૈયા રોડ,
રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ:
ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ બિલખા નિવાસી હાલ રાજકોટ મૃદગલ ગોત્ર જયદેવદાદા
પંડયા પરિવારના સ્વ. કાંતિલાલ વસંતજી પંડયાના પુત્ર, અશ્વિનભાઇ પંડયાનું તા.21ના રોજ
અવસાન થયું છે. તે જયશ્રીબેન સૂર્યકાંત ભટ્ટ, જાગૃતિબેન કાંતિલાલ પંડયાના મોટા ભાઇ
તેમજ ચિરાગભાઇ, અનિકેતભાઇ, સંદિપભાઇના પિતા થાય. બન્ને પક્ષ તરફ બેસણું-ઉઠમણું તા.23ને
સોમવારે સાંજે 5 થી 6 તેમના નિવાસસ્થાન પાસે, ઋષિકેશ મહાદેવ મંદિર, ઋષિકેશ પાર્ક શેરી
નં.3, પલ્સ હોસ્પિટલની સામે નો રોડ, સાધુ વાસવાણી, કુંજ રોડ, રેલનગર રાજકોટ ખાતે રાખેલ
છે.
જામનગર:
પરજીયા સોની પ્રફુલ્લાબેન પાલા (ઉ.67) તે કિશોરભાઇ પાલાના પત્ની, ગુલાબરાય મગનલાલ પાલાના
પુત્રવધુ, ભાવિનભાઇ, નિશાબેન વિપુલકુમાર જોગીયાના માતા, કરશનજીભાઇ નાંઢા (બાંટવા)ના
દીકરીનું તા.20ના અવસાન થયું છે. બેસણું: તા.23નાં
સાંજે 5 થી 6 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.
રાજકોટ:
મચ્છુ કઠિયા સઇ સુથાર દરજી શિવરાજગઢ વાળા હાલ રાજકોટ સ્વ. ગુલાબબેન સોલંકી (ઉ.90) તે
સ્વ. શાંતિલાલ ભગવાનજીભાઇ સોલંકીના પત્ની તથા વલ્લભભાઇ, દિલીપભાઇ, રાજેશભાઇ, સ્વ. દમયંતીબેન,
કુંદનબેન, ઉષાબેનના માતુશ્રી તથા નીલાબેન, દીનાબેન, હેતલબેનના સાસુનું તા.20મીએ અવસાન
થયું છે. બેસણું: તા.23ના સાંજે 4 થી 5 કમળગંગાની વાડી, વિજય પ્લોટ, 22/24 રાજકોટ છે.
રાજકોટ:
ચા.મ.મો. બ્રાહ્મણ મૂળ કોયલી (ખાનપર) હાલ રાજકોટ રાજેન્દ્રભાઇ વાસુદેવભાઇ પંડયાના પુત્ર,
નિશાંત (ઉ.38) તે નમ્રતા હાર્દિકકુમાર ત્રિવેદી (બેંગ્લોર)ના ભાઇનું તા.17ના કુટુંબ
અને મોસાળ પક્ષનું બેસણું: તા.23ને સોમવારે સાંજે 4-30 થી 6 સાઇનાથ મહાદેવ મંદિર, સાંઇબાબા
સોસાયટી, અન્ડર બ્રિજ પાસે, રેલનગર, રાજકોટ છે.