દિલ્હીમાં લાલ કિલ્લાથી માંડીને અનેક શહેરોમાં મોટા હુમલાની ફિરાકમાં લશ્કર-એ-તૈયબા : એલર્ટ જારી
નવી
દિલ્હી, તા.21: દેશની રાજધાની દિલ્હી સહિત અનેક મોટા શહેરોમાં આતંકવાદીઓ હુમલો કરવાની
ફિરાકમાં હોવાની ગુપ્તચર બાતમીને પગલે એલર્ટ જારી કરવામાં આવ્યા છે.
પાક.
સ્થિત આતંકી જૂથ લશ્કર-એ-તૈયબા દિલ્હીનાં ઐતિહાસિક લાલકિલ્લા અને અન્ય પ્રમુખ શહેરોમાં
મોટા મંદિરો પાસે ધડાકા કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે.
ગુપ્તચર
અહેવાલો અનુસાર આતંકીઓ ગિરદીવાળા વિસ્તારો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને ભારતમાં
સાંપ્રદાયિક સૌહાર્દને ખંડિત કરવા અને દહેશત ફેલાવવા માગે છે. લાલ કિલ્લા આસપાસનાં
વિસ્તાર ઉપરાંત અયોધ્યા, વારાણસી અને મથુરા જેવા શહેરોમાં સુપ્રસિદ્ધ મંદિરોની સુરક્ષા
આ ગુપ્તચર એલર્ટ પછી વધારી દેવામાં આવી છે.
આતંકવાદીઓ
ભીડવાળા વિસ્તારોમાં આઈઈડીથી વિસ્ફોટ કરીને હુમલા કરી શકે છે. એલર્ટ મુજબ 6 ફેબ્રુઆરીએ ઈસ્લામાબાદની એક
મસ્જિદમાં થયેલા ધડાકા બાદ આ કારસો રચાયો છે. જેમાં લશ્કરનાં આતંકીઓ ભારતને નિશાન બનાવતો
મોટો હુમલો કરવાની વેંતરણમાં છે. જેમાં ખાસ કરીને મંદિરોને નિશાન બનાવવામાં આવી શકે
છે.
ઉલ્લેખનીય
છે કે, પાકિસ્તાને ઈસ્લામાબાદની મસ્જિદમાં ધડાકા માટે ભારત ઉપર ખોટું આળ નાખ્યું હતું
અને તૈયબા હવે બદલાની ભાવનાથી ભારતને નિશાન બનાવવાનાં પ્રયાસ કરી શકે તેવી આશંકા છે.