• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

વૈશ્વિક AI રેન્કિંગમાં ભારતનો ક્રમ છઠ્ઠો

અમેરિકા પ્રથમ અને ચીન બીજા સ્થાને: ભારતમાં પ્રતિભાઓને સરકારી નીતિ અને ઢાંચાનો સાથ મળે તો સ્થિતિમાં સુધારની આશા

 

નવી દિલ્હી, તા.21: આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આજે દુનિયામાં ચર્ચા અને ચિંતાનાં કેન્દ્ર સ્થાને છે. જે દુનિયામાં સૌથી તેજ ગતિએ વધતી ટેકનોલોજી છે. તમામ દેશ આ ક્ષેત્રમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની કોશિશ કરે છે કારણ કે એઆઈનો ઉપયોગ હવે ઉદ્યોગ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજિંદા કામોમાં પણ વધી રહ્યો છે. આ દરમિયાન જારી ગ્લોબલ એઆઈ બ્રેઈન રેસ રિપોર્ટ-2026માં જાણવા મળે છે કે, એઆઈની આ દોટમાં કોણ કેટલું આગળ છે. અમેરિકા આમાં પ્રથમ સ્થાને છે અને ભારતનો ક્રમ છઠ્ઠો છે.

આ રિપોર્ટમાં 100થી વધુ દેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આમાં એઆઈ રિસર્ચ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રતિભાવ, શિક્ષણ, સરકારી નીતિઓ, અર્થતંત્રમાં એઆઈનાં ઉપયોગ સહિતનાં પરિબળોને ધ્યાને લેવામાં આવ્યા હતાં.

આ રિપોર્ટ અનુસાર અમેરિકાને 100માંથી 82 અંક સાથે પ્રથમ સ્થાન મળ્યું છે. અમેરિકાની સૌથી મોટી તાકાત તેની મજબૂત રિસર્ચ, ટેકનોલોજી અને એઆઈનો ઉપયોગ છે. ત્યાં ખુબ જ ઝડપથી વેપારજગતમાં એઆઈનો ઉપયોગ વિસ્તરી

રહ્યો છે.

જ્યારે પ9 અંક સાથે ચીન આમાં બીજા સ્થાને છે. ચીનમાં વ્યાપકસ્તરે એઆઈ ઉપર શિક્ષણ અને સંશોધનો ચાલી રહ્યાં છે. સિંગાપુર 37 અંક સાથે ત્રીજા ક્રમે છે. ત્યાં એઆઈ યુનિવર્સિટી ઓછી છે પણ જેટલી છે તેની ગુણવત્તા ઉચ્ચકક્ષાની છે. દક્ષિણ કોરિયા આ યાદીમાં ચોથું અને બ્રિટન પાંચમા સ્થાને છે. આ દેશોમાં એઆઈ ટેકનોલોજી અને રિસર્ચમાં સારી પ્રગતિ થઈ રહી છે.

ભારતને આમાં છઠ્ઠુ સ્થાન પ્રાપ્ત થયું છે અને 32 અંક મળેલા છે. રિપોર્ટ મુજબ ભારતની સૌથી મોટી તાકાત તેની યુવા પ્રતિભાઓ છે. મોટી સંખ્યામાં કુશળ એન્જિનિયરો અને ટેકનોલોજી નિષ્ણાતો ઉપલબ્ધ છે. જો કે ભારત બુનિયાદી ઢાંચા અને સરકારી નીતિઓની બાબતમાં પાછળ છે. આ ક્ષેત્રોમાં સુધાર થતાં ભારત એઆઈનો દોડમાં આગળ વધી શકે તેમ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક