ચક્ષુદાન
ઉપલેટા:
ઉપલેટા તાલુકાના સમઢિયાળાના ખેડૂત માવજીભાઇ વલ્લભભાઇ દોંગાનું અવસાન થતા પરિવારજનોએ
સ્વ. માવજીભાઇના ચક્ષુદાન કરવા અંગે ધોરાજીના માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા
અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજીનાં અધિક્ષક ડો. જયેશ વેસેટીયન અને ડો. યસ રાંક, મેડિકલ
ટીમે પોતાની સેવાઓ બજાવી હતી. આ તકે બાબુભાઇ દોંગા, ગોપાલભાઇ દોંગા, રાજુભાઇ દોંગા,
લલિતભાઇ દોંગા, સૌરભભાઇ સોજીત્રા, મયુરભાઇ વોરા, વિશાલભાઇ દોંગા, વસંતભાઇ ગજેરા વગેરે
ઉપસ્થિત હતા. શિક્ષણવિદ્દ જયેશભાઇ વઘાસિયાની પ્રેરણાથી ગામનું પ્રથમ ચક્ષુદાન થયું
હતું. હોસ્પિટલ ધોરાજી- 02824-220139 પર સંપર્ક
કરવો.
ચક્ષુદાન
રાજકોટ:
ભાવનાબેન જેન્તીલાલ ધામેચાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ
829 ચક્ષુદાન થયેલ છે. આ ચક્ષુદાન મિતલભાઇ ખેતાણીના સહયોગથી થયું છે.
રાજકોટ:
ધનજીભાઇ ગોરધનભાઇ ભાયાણી (ખરેડી વાળા) હાલ રાજકોટ તે હરેશભાઇ, શૈલેષભાઇના પિતા, શ્રીમતી
કાજલબેન, ગીતાબેનના સસરા, સ્વ. ચંદુભાઇ, ધીરજભાઇના નાના ભાઇનું તા.1ના અવસાન થયું છે.
બેસણું તા.2ના 4 થી 5 ‘સ્વપ્ન લોક સોસાયટી’ બ્લોક નંબર 87, રામાપીર ચોકડી પાસે રાજકોટ
છે.
રાજકોટ:
જામનગર વિશા ઓસવાલ જ્ઞાતિ હાલ રાજકોટ સ્વ. પારેખ વેણીલાલ કચરાભાઇના પુત્રવધુ પ્રવિણાબેન
પારેખ (ઉ.71) તે સ્વ. મહેશચંદ્ર વેણીલાલ પારેખના પત્ની, જામનગર નિવાસી પ્રબોધભાઇના
ભાભી, ડેનિશભાઇ, જિનેશભાઇ, જીતેનભાઇ અને હેતલબેનના માતા, ચંદનબેન, પાયલબેનના સાસુ, ધ્રોલ નિવાસી સ્વ. ચુનીલાલ
વનેચંદ શાહના પુત્રીનું તા.1ના અવસાન થયું છે. ઉઠમણું તા.3ના સાંજે 4 થી 6 કૃષ્ણેશ્વર
મહાદેવ મંદિર, અમૃત ચોક, “માં’’ કોમ્પલેક્ષ પાછળ સાધુ વાસવાણી કુંજ રોડ, રેલનગર રાજકોટ
છે.
મોરબી:
લજાઇ (ટંકારા) નિવાસી દામજીભાઇ વાલજીભાઇ કોટડીયા (ઉ.70) તે બાલુભાઇ, લાભુભાઇ અને ચંદુલાલના
ભાઇ તેમજ અશોકભાઇ અને જીતેન્દ્રભાઇના પિતાનું તા.5ના અવસાન થયું છે.
રાજકોટ:
ઔ.ઝા. બ્રાહ્મણ કુંદનબેન વ્યાસ (ઉ.8પ) તે સ્વ.ભદ્રકુમાર ગીરધરલાલ વ્યાસના પત્નિ, સ્વ.પાર્વતીશંકર
પંડયાના પુત્રી, રીટાબેન રાઘવેન્દ્ર જોશી, અલ્પાબેન ધર્મેશ જોશીનાં માતા, અરૂણભાઈ વ્યાસનાં
ભાભીનું તા.ર9 ના નાસીક મુકામે અવસાન થયું છે. લૌકીક વ્યવહાર બંધ છે.
તાલાલા:
તાલાલા તાલુકાનાં ધાવા ગિરના કાંતિભાઈ બાવજીભાઈ કનેરિયા (ઉ.વ.71) તે વિજયભાઈ (માજી
સરપંચ)ના પિતાનું તા.1 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર નાં સવારે 8 થી પ કડવા પટેલ સમાજ,
ધાવા
ગિર
છે.
રાજકોટ:
મુળ અમરનગર નિવાસી ધનુબેન નાનજીભાઈ સરવૈયા તે નૈલેશભાઈ, મનીષભાઈના માતા, અભિરાજના દાદીનું
તા.1 ના અવસાન થયું છે. બેસણુ તા.3 નાં શ્રીનગર શેરી નં.6, ગુણેશ્વર મહાદેવના મંદિરે
છે.
ઉપલેટા:
જોડિયા નિવાસી હાલ ઉપલેટા જયાબેન ચોથાણી (ઉં.96) તે સ્વ.તુલસીદાસભાઈ ચોથાણીના પત્ની,
સ્વ. કિશોરભાઈ, સ્વ.જયેશભાઈના માતા, કાંતિભાઈ પોપટ (જામનગર)ના બેન, નીતિનભાઈ પરમાનંદભાઈ
કાનાણી (ઉપલેટા)ના માસીજી સાસુનું તા.31 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.ર/4 ના સાંજે ચાર
થી પાંચ દ્વારકાધીશ સોસાયટી, નીલકંઠ મહાદેવ મંદિર છે.
શાપુર
(સોરઠ): બાબુલાલ દોલતરામ શર્મા (ઉ.81) મુખ્યાજી શાપુર તે મુકુંદરાય (ટપુભાઈ) તથા માધવના
પિતાનું તા.1 ના અવસાન થયું છે. બેસણુ તા.ર નાં સાંજે 4 થી 6 પટેલ સમાજ (સોરઠ) છે.
ટંકારા:
જસુબેન ત્રિવેદી (નિવૃત્ત કેળવણી નિરિક્ષક) (ઉ.8ર) તે સ્વ.ધીરજલાલ ત્રિવેદીના પત્ની,
પંકજભાઈ ત્રિવેદી (કમલમ્, ગાંધીનગર), હર્ષદભાઈ (પ્રમુખ, બ્રહ્મસમાજ), અતુલ ત્રિવેદી
(નોટરી), નિપાબેન ત્રિવેદીના માતા, રાજેન્દ્રભાઈ, સ્વ.મિલનભાઈ પુરોહિતના મોટાબેન, જય,
હર્ષ, મિતના દાદીમા, સન્નીના નાનીબાનુ તા.1 ના અવસાન થયુ છે. બેસણુ, પિયરપક્ષની સાદડી
તા.3 નાં સાંજે 4.30 થી પ.30 દરમિયાન કુબેરનાથ મહાદેવ મંદિર, જુના બસ સ્ટેન્ડ પાસે,
ટંકારા છે.
રાજકોટ:
મીઠાપુરવાળા હાલ રાજકોટ નિવાસી સ્વ.લક્ષ્મીદાસ રાઘવજી કાનાણીના પુત્ર દિલીપભાઈ (ઉં.73)
દિનેશભાઈ, સ્વ.હીરાગૌરીબેન તથા જશુમતીબેનના ભાઈ, ખીમજીભાઈ જોબનપુત્રા (ભુજ)વાળાના જમાઈ,
દર્શનભાઈ, હાર્દિકભાઈ, સંધ્યાબેન, જીજ્ઞેશકુમાર ચોપડાના પિતા, કબીરના દાદા, પૂજા દર્શનભાઈ,
સનાબેન હાર્દિકભાઈ, જીજ્ઞેશકુમાર ચોપડાના સસરાનું તા.30 ના અવસાન થયુ છે. બેસણુ તા.3
નાં સાંજે પ થી 6.30 તેમના નિવાસ સ્થાન જલારામ નિવાસ, પુનિતનગર-ર, શેરી નંબર-4, જામનગર
રોડ, રાજકોટ છે.
પોરબંદર:
કિશોરભાઈ વિઠ્ઠલદાસ મોરઝરીયા (ઉ.70) (કિશોર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝવાળા) તે સ્વ.વિઠ્ઠલદાસ
લક્ષ્મીદાસ મોરઝરીયાના પુત્ર, સ્વ.મોહનભાઈ, પ્રકાશભાઈ, કંચનબેન ભરતભાઈ રૈયારેલાના ભાઈ,
દક્ષાબેનના પતિ, સ્વ.તેજસભાઈ, ગોપીબેન ધ્રુવભાઈ પારેખ (ગોંડલ), મીરાબેન દામોદરભાઈ પોપટ
(જસદણ)ના પિતા, માણાવદરવાળા સ્વ.નટવરલાલ ત્રિકમજી દત્તાણીના જમાઈનું તા.30 ના અવસાન
થયુ છે. પ્રાર્થનાસભા તા.ર નાં 4.30 થી પ.30 દરમિયાન બીરલાહોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત
છે. સસરાપક્ષની સાદડી સાથે છે.
જામનગર:
હાલારી ભાનુશાળી દિનેશભાઈ લક્ષ્મીદાસ નંદા (ચોટલીયા) (ઉં.68) નું તા.1 ના અવસાન થયુ
છે. ઉઠમણુ તા.ર ના 4.30 થી બહેનો અને પ.30 થી 6 ભાઈઓ માટે હાલારી ભાનુશાળી જ્ઞાતિની
વાડી, હવાઈ ચોક, જામનગર છે.
રાજકોટ:
બ્રહ્મક્ષત્રીય સ્વ.સરસ્વતીબેન મગનલાલ સોનેજી (ઉ.80) તે સ્વ.મગનલાલ નરભેરામ સોનેજીના
પત્ની, કેતનભાઈ, સુનિલભાઈ, પૂનમબેનના માતા, સ્વ.પોપટભાઈ, સ્વ.મોહનભાઈ, સ્વ.પ્રભુદાસભાઈ,
સ્વ.શાંતિભાઈના નાનાભાઈના પત્નીનું તા.30 નાં અવસાન થયુ છે. પ્રાર્થના સભા તા.ર ના
સાંજે 4.30 થી 6 બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિની વાડી, પેડક રોડ, રાજકોટ છે.