ચક્ષુદાન
રાજકોટ:
સુશીલાબેન ભીખાલાલ માનસેતાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી
આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 727 મું ચક્ષુદાન થયેલ
છે.
મોટાવડાળા:
ઔ. ખરેડી સમવાય બ્રાહ્મણ ઉમેશચંદ્ર જેન્તીલાલ જોષી (ઉ.76) તે રજનીકાન્ત, શરદભાઇ, સંજયભાઇના
મોટા ભાઇ, મયુર ગુણવંતભાઇના કાકા, જયદીપના મોટા બાપુનું તા.28ના અવસાન થયું છે. ઉઠમણું
તા.30ના સાંજે 4 થી 5 જાગનાથ મહાદેવ, મોટાવડાળામાં છે.
વેરાવળ:
પરસોતમભાઇ રવજીભાઇ ચુડાસમા (ઉ.75) તે દિનેશભાઇના પિતાનું તા.25ના અવસાન થયું છે. બેસણું
તા.30ના તેમના નિવાસસ્થાન મલોઢા વાડી ખાતે છે.
રાજકોટ:
જીતેન્દ્રભાઇ કેશવલાલ કાલાવડિયા (ઉ.70) તે ડિમ્પલ અમીતકુમાર સોલંકી, હેમંતીબેન સંદીપકુમાર
ખિલોસીયા, બિંદીબેન મલયકુમાર પારેખના પિતાનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.30નાં
સવારે 9 થી 10 તેમના નિવાસસ્થાન “તુલીપ” એપાર્ટમેન્ટ સી-102, આલાપ ગ્રીન સીટીની બાજુની
શેરી, પ્રમુખ સ્વામી ઓટોરીયમની સામે, રૈયા રોડ, રાજકોટ છે.
મહુવા:
ઘોઘારી વિષા શ્રીમાળી જૈન સ્વ. પ્રવીણચંદ્ર
હરીલાલ શાહના પત્ની કાંતાબેન (ઉ.86) તે સ્વ. ચંપકભાઇ, સ્વ. સૂર્યકાન્તભાઇ, સ્વ. તારાબેન
હરિલાલ શાહ (જેસર)ના નાના ભાઇના પત્ની, સ્વ. પ્રતાપભાઇ, નવીનભાઇના ભાભી, મૂળચંદ જીવાભાઇ
દોશી (ઉના)ના દીકરીનું તા.28ના અવસાન થયું છે. લૌક્કિ વ્યવહાર બંધ રાખેલ છે. મો.નં.
83471 44144/ 94094 17147.
ગોંડલ:
હર્ષદરાય ગોકળદાસ જોગી (ઉ.69) તે અતુલભાઇ જમનાદાસ બોસમીયાના બનેવીનું તા.27નાં મુંબઇ
ખાતે અવસાન થયું છે. સાદડી તા.30 સાંજે 5 થી 6 ક્ષત્રિય સમાજની વાડી, મોટી બજાર, વેરીદરવાજા
પાસે, ગોંડલ છે.
મોરબી:
વિજળીયા (થાન) વાળા સ્વ. લાભુભાઇ પરસોતમદાસ દક્ષિણીના પત્ની પુષ્પાબેન (ઉ.86) તે ભુપતભાઇ,
હસમુખભાઇ, સુરેશભાઇ, રમેશભાઇ, દિનેશભાઇના કાકી, નટવરલાલ મુકુંદભાઇ, રાજેશભાઇ બુધ્ધદેવ
(મોરબી વાળા)ના બહેન, મધુબેન વિનોદરાય પોપટ (મોરબી), ભાનુબેન કિશોરભાઇ (સુરેન્દ્રનગર)ના
માતાનું તા.27ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી સાથે તા.30નાં સાંજે 5 થી
6 જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી છે.
રાજકોટ:
દશા સોરઠીયા વણિક રજનીકાંતભાઇ (ઉ.86) તે શારદાબેન કઢી (સંઘાણી)ના પતિ, શૈલેષભાઇ, જયેશભાઇ,
મુકેશભાઇ સંઘાણી, દક્ષાબેન અશોકભાઇ દલાલ, ચેતનાબેન હિતેશભાઇ મીઠાનીના પિતાનું તા.28ના
અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.30નાં સાંજે 5 થી 6 માલવીયા વાડી, ગોંડલ રોડ, રાજકોટ
છે.
રાજકોટ:
સ્વ. કંચનબેન નટવરલાલ માણેક (ઉ.79) તે સ્વ. નટવરલાલ ગંગારામ માણેકના પત્ની, ચંદ્રેશભાઇ,
શૈલેષભાઇ, પ્રકાશભાઇ, દક્ષાબેન અજયકુમાર રાયઠઠ્ઠા, ભાવનાબેન (રૂપા)ના માતા, હર્ષ, જૈનીશ
અને જૈનીલના દાદી, માણેકચંદ નેણસીભાઇ કટારીયાના દીકરીનું તા.26ના અવસાન થયું છે. બેસણું
તા.30ના સાંજે 5 થી 6-30 રાષ્ટ્રીય શાળા, મનહર પ્લોટ, માલવીયા ચોક પાસે, રાજકોટ છે.
રાજકોટ:
સ્વ. લાલજીભાઇ, સ્વ. બચુભાઇ, સ્વ. જીવનભાઇ, નાનજીભાઇ, સ્વ. મોહનભાઇના મોટાભાઇ, નરેન્દ્રભાઇ
તથા મહેશભાઇના પિતા, ગોપાલ અને સુમિતના દાદા, લક્ષ્મણભાઇ ગાંડાભાઇ ભરડવા (ઉ.95)નું
તા.28ના અવસાન થયું છે. બેસણું તા.30નાં સાંજે 5 થી 7 નાગેશ્વર મહાદેવ મંદિર, બાબરીયા
કોલોની, અયોધ્યા સોસાયટીમાં રાજકોટ છે.
બોટાદ:
શીરીનબેન બદરૂદિનભાઇ તે મરહુમ હૈદરભાઇ મહંમદઅલીના પત્ની, મુસ્તુફાભાઇ, દુરૈયાબેન તથા
જુમાનાબેનના માતા, કુતુબભાઇ (તળાજા), નીબીરભાઇ (ધારી)ના સાસુનું તા.28ના અવસાન થયું
છે. જિયારતના સીપારા તા.30નાં બોટાદ મુકામે બપોરે 12 કલાકે સૈફી મસ્જિદમાં રાખેલ છે.