ચક્ષુદાન
રાજકોટ:
સુશીલાબેન ભીખાલાલ માનસેતાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. તે ખુબ જ અનુકરણીય ઉદાહરણ પૂરું પાડયું છે.
જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં
કુલ 827 ચક્ષુદાન થયેલ છે. ચક્ષુદાન મિતલભાઈ ખેતાણીના સહયોગથી થયેલ છે.
ધોરાજી:
ઔદીચ્ય ગઢિયા બ્રાહ્મણ સ્વ.મહેશભાઈ (બટુકભાઈ) ઉમિયાશંકર વ્યાસનું તા.રપના અવસાન થયુ
છે. બેસણુ તા.ર7ના સાંજે 4થી 6 શ્યામવાડી, કડિયા સમાજ, રેલવે સ્ટેશન ખાતે છે.
રાજકોટ:
અમરેલી નિવાસી હાલ રાજકોટ સ્વ.અંદરજીભાઈ મીઠાભાઈ ગણાત્રાના પુત્ર ભીખુભાઈના પત્ની સરોજબેન
(ઉં.77) તે સ્વ.રાજુભાઈ, દેવાંગભાઈ, હિનાબેન જયપ્રકાશભાઈ રૂપારેલ (મહુવા)ના માતા, બીપીનભાઈના
ભાભી, ચલાલા નિવાસી સ્વ. છોટાભાઈ હરજીભાઈ ઉનડકટના દિકરી, ભૂપેન્દ્રભાઈ (રાજકોટ), અશ્વિનભાઈ,
મનોજભાઈ (ભાવનગર)ના બહેનનું તા.ર6 ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.ર7 નાં સાંજે
4 થી 6 રામેશ્વર હોલ, નાણાવટી મેઈન રોડ, રામેશ્વર ચોક, રાજકોટ છે.
રાજકોટ:
શ્રી ગોડ (મેડતવાળ) બ્રાહ્મણ મૂળ કાલાવડ (શીતળા) સ્વ.ઉમેદલાલ મકનજી ભટ્ટના મોટા પુત્ર
જયંતિભાઈ (ઉં.98)નું તા.રપ ના વાપી મુકામે અવસાન થયું છે.
મહુવા:
સ્વ.જયંતીલાલ ભુરાલાલના પુત્ર હરેશભાઈ (વર્ધમાન મંડપ સર્વિસ) (ઉં.68) તે ઉષાબેનના પતિ,
પંકજભાઈ (હકાભાઈ) તથા સ્વ.વિમલભાઈ તથા મધુબેન નીતીનકુમાર નવીનચંદ્ર (પાનવાળા) ભાવનગરના
ભાઈ, દેવાંગ, હીરલ, કીંજલ, હાર્વીના પિતાશ્રી, પ્રકાશકુમાર, દેવાંગકુમાર, મૌલીકકુમારના
સસરા, કાંતીલાલ હરીલાલ ભાવનગરના જમાઈ, મિલોની, ધ્રુવીલ, આરવ, વંશ, ક્યારાના નાનાનું
તા.ર6ના અવસાન થયુ છે. શાશ્વતી ઓળી હોવાથી લૌકિક વ્યવહાર બંધ છે.
પોરબંદર:
તુલસીદાસ હરિદાસ ઠકરાર (ઉ.74) તે ચંદ્રિકાબેનના પતિ, નિલેષ (રોહિત), અજય, મનીષના પિતાનું
તા.ર6ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.ર7 ના સાંજે 4.1પ થી 4.4પ દરમિયાન પોરબંદરની
લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.
રાજકોટ:
હિતેશભાઈ ભીખાભાઈ મોરિધરાના પુત્ર ધર્મિનભાઈ (ઉ.19) નું તા.રપ ના અવસાન થયું છે. બેસણુ
તા.ર7 ના સાંજે 4 થી 6, વરિયાવંશ પ્રજાપતિ જ્ઞાતિની વાડી, યુનિ-ર, લક્ષ્મીનગર, રાજકોટ
છે.
રાજકોટ:
દશા સોરઠીયા વણિક હાલ રાજકોટ ઈન્દુબેન શશીકાંતભાઈ આણંદપરા તે સ્વ.શશીકાંત નેમચંદ આણંદપરાના
પત્ની, દિપકભાઈ, નયનાબહેનના માતા દિલીપભાઈ, પ્રવીણભાઈ, મુકેશભાઈ ગાદોયાના બહેનનું તા.ર4
ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.ર8 નાં સાંજે 4 વાગ્યે ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ રાજકોટ
છે.
સાવરકુંડલા:
દિલીપભાઈ રામજીભાઈ ઉમરાળીયા તે સ્વ.ધીરુભાઈ ઠાકરશીભાઈ મકવાણા અને શ્રી કેશુભાઈ મકવાણાના
બનેવીનું ભાવનગર મુકામે અવસાન છે. બેસણુ તા.ર7ના સાંજે પ થી 6.30 હાથસણી રોડ, મીરા
પાનની બાજુમાં, “બાબા રામદેવ’’ સાવરકુંડલા છે.
રાજકોટ:
મુળ જેતપુર હાલ રાજકોટ સારસ્વત બ્રાહ્મણ નલીનાબેન કનૈયા તે શરદભાઈ પ્રભાશંકર કનૈયાના
પત્ની, જતીનભાઈ, રાકેશભાઈ, પ્રફુલાબેનના માતા, સ્વ.ગોકળદાસ પોપટલાલ સાતા (પડધરી)ના
પુત્રીનું તા.ર4ના અવસાન થયું છે. બેસણુ, પિયર પક્ષની સાદડી તા.ર7 ના સાંજે પ થી 6
કોઠારીયા સોલવન્ટ, રાધિકા-1, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ છે. મો.નં.90234 04494.