• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

avsan nondh

તાલાલા ગિર: હરદાસભાઇ કાનાભાઇ બાખલીયા (ઉ.70)તે લખુભાઇ, માલદેભાઇ, નાનુભાઇના ભાઇ, જીગ્નેશભાઇનાં પિતાશ્રીનું તા.19મીએ અવસાન થયું છે. બેસણું તા.21મીએ સવારે 8 થી સાંજે 6 સુધી પીપળવા રોડ, તેમના નિવાસસ્થાન તાલાલા ગિર છે.

વાંકાનેર: મણીલાલ વિરજીભાઇ પરમાર (ઉ.79)તે કાંતિલાલના નાનાભાઇ, દિનેશભાઇ, નિતીનભાઇના પિતાશ્રીનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે 4 થી 6 વાણંદ સમાજની વાડી, માર્કેટ ચોક, વાંકાનેર છે.

રાજકોટ: પ્રવિણપુરી બળવંતપુરી ગોસ્વામી (ઉ.70)તે જીમીશ, બ્રિજેશપુરીના પિતાશ્રી, નમનપુરીના દાદા, ડો. દત્તાત્રેય બી. ગોસ્વામી (વેરાવળ), હરદત્તપુરી, અશોકપુરી, સ્વ. દિનેશપુરી, કનકલતાના મોટાભાઇ, શિવમપુરી, વરૂણપુરીના મોટા બાપુનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4 થી 6 ઝિબ્રાનો વુડ્સ એસઓએસ સાયન્સ સ્કૂલની સામે, ખંભાળા, રાજકોટ છે.

રાજકોટ: મૂળ લોધિકાના વતની, હાલ રાજકોટ કમલેશભાઇ અમૃતલાલ મહેતા (ઉ.65) તે જીગ્નેશ ભુપત વ્યાસના મામાનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20નાં સાંજે 5 થી 6 રેલનગર, શક્તિ સોસાયટી, એ.કે. બેકરી પાસે છે.

દ્વારકા: પૂર્વ તલાટી મંત્રી સ્વ. ઉપેન્દ્રભાઇ રામશંકર ભટ્ટના પત્ની રંજનબેન (ઉ.75)તે પરેશ ભટ્ટ (દ્વારકા નગરપાલિકા કર્મચારી), ચિરાગ ભટ્ટના માતુશ્રી, કેવલ, નિર્જરના દાદીનું તા.18ના અવસાન થયું છે. સાદડી તા.20ના સાંજે 5 થી 5-30 ગુગળી બ્રાહ્મણ બ્રહ્મપુરી નં. (2), દ્વારકા મુકામે સાંજે 5 થી 5-30 દરમિયાન ભાઇઓ, બહેનો માટે છે.

પોરબંદર: મનહરલાલ અમૃતલાલ લાખાણી (ઉ.87) (અમૃત ટી સેન્ટર) તે લલિતભાઇ, નરેન્દ્રભાઇ, સુનિલભાઇ, કૌમુદીબેન, સ્વ. કિરણબેનના મોટાભાઇ, દિપ્તીબેન રાજાણી, જીતેન્દ્રભાઇ અને હીનાબેનના પિતાશ્રી, નિશીતભાઇ, ધવલભાઇ, સોહમભાઇ, ઉમંગીબેનના અદાનું તા.19ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.20ના 5-45 થી 6-15 પોરબંદરની લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલમાં ભાઇ-બહેનોનું સંયુકત છે.

કેશોદ: ગડોદરવાળા સ્વ. અમૃતલાલ તે રણછોડભાઇ કાનાબાર (બાબુભાઇ પેંડાવાળા)ના જમાઇ, અરવિંદભાઇ જેરામભાઇ તન્ના (ઉ.70)તે સ્વ. શાંતિભાઇ, ઘનશ્યામભાઇ, રાજુભાઇના બનેવીનું  કોડીનાર ખાતે અવસાન થયું છે. ઉઠમણું, સાદડી તા.20ના સાંજે 5 થી 6 સિધ્ધનાથ મહાદેવ મંદિર, સરદારનગર, કોડીનાર ખાતે છે.

રાજકોટ: બીનાબેન જીતેન્દ્રભાઈ શાહ તે શ્રેયાંસભાઈ તથા દર્શીબેનના માતુશ્રી, તે જુલી, સંદીપભાઈ જસાણીના સાસુ, તે સ્વ.શાંતિલાલ લાધાભાઈના પુત્ર, તે જીતુભાઈના પત્ની, તે સ્વ.નટુભાઈ પરસોત્તમભાઈ મહેતાના પુત્રીનું તા.18ના અવસાન થયું છે. ઉઠમણું તા.20ને ગુરૂવારે સવારે 11 વાગે શાંતિનાથ પૌષધશાળા એક્રોસ હાઉસ, 1-સૂર્યોદય સોસાયટી, વોકહાર્ટ હોસ્પિટલ સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે છે.

માણાવદર: સ્વ.બી. એમ.કારીયાના પત્ની પ્રવિણાબેન (ઉ.75) તે હિતેશભાઈ કારીયાના માતુશ્રીનું તા.18ના અવસાન થયું છે. ઉઠમણું તા.20ના સાંજે 4 થી 5, જલારામ મંદિર, માણાવદર છે.

ડોળાસા: અરસીભાઈ સીદીભાઈ બારડ (ઉ.88) તે લખુભાઈ, સ્વ.જીણાભાઈ, દીપુભાઈ, સ્વ.સુભાષભાઈના પિતા, તે નિવૃત્ત માધ્યમિક શિક્ષક મેરુભાઈ બારડના મોટાભાઈ, તે ભરતભાઈ, સતિષભાઈ, મીતભાઈ અને મૈત્રેશભાઈના દાદાનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ના કોમ્યુનિટી હોલ, કુમાર શાળાની બાજુમાં, બોડીદર રોડ, ડોળાસા છે.

વાંકાનેર: સ્વ.રવજીભાઈ ગોકળદાસ મીરાણીના પુત્ર રાજેશભાઈ (ઉ.61) તે સ્વ.મણીકાંતભાઈ, સ્વ.દિનેશભાઈ, સ્વ.જગદીશચંદ્ર, મહેશભાઈ, પુષ્પાબેન વી.માખેચા, ભાવનાબેન સી.ભોજાણીના નાનાભાઈનું તા.18ના અવસાન થયું છે. ઉઠમણું તા.21ના સાંજે 6 કલાકે મીલ પ્લોટ, ફાટક પાસે, સ્વપ્નલોક સોસાયટી, ગણપતિ દાદાનું મંદિર, વાંકાનેર છે.

રાજકોટ: ભરતભાઈ ઠક્કર તે રસિકભાઈ રૂગનાથભાઈ ઠક્કરના પુત્ર અમદાવાદ નિવાસી હાલ રાજકોટ કૃતિબેન (કોકીલાબેન)ના પતિ, તે સ્વ.શ્વેતાબેન જયેશભાઈ પજવાણીના પિતાશ્રી, તે જીતેન્દ્રભાઈ, પ્રવિણાબેનના ભાઈ, તે સ્વ.વસંતભાઈ, બાલાભાઈ, મુકુંદભાઈના બનેવીનું તા.18ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.20ના સાંજે 5 થી 6, ગુંજન બસેરા, બ્લોક નં.બી-2, ફ્લેટ નંબર 204, રૈયા રોડ,

રાજકોટ છે.

રાજકોટ: શ્રીકૃષ્ણ સિનેમાવાળા સ્વ.રતિલાલ ડાહ્યાભાઈ સોમૈયાના પુત્ર પ્રફુલચંદ્ર (બટુકભાઈ) (ઉ.87) તે રવિભાઈ, આશાબેન, સોનલબેન, હીનાબેન, ભાવનાબેનના પિતાશ્રી, તે શિવમભાઈ (ઓસ્ટ્રેલિયા), ડો.સ્નેહલ, ડો.ઝીલના દાદા, તે સ્વ.વિનોદરાય, સ્વ.કિશોરભાઈ, સ્વ.સતીષભાઈ અને સુભાષભાઈના ભાઈ, તે સ્વ.રમણીકલાલ સુંદરજી નાનજીના જમાઈનું તા.18ના અવસાન થયું છે.

જામખંભાળીયા: મુળ લાખાસરવાળા હાલ ખંભાળિયા સોની વાલજીભાઈ હીરજીભાઈ વાયા (ઉ.82) તે મગનભાઈના નાના ભાઈ, તે ઉમેશભાઈના કાકા, તે રતનશીભાઈ લાલજીભાઈ ધકાણના જમાઈનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.20ના સાંજે 4-30 થી 5, શરણેશ્વર મહાદેવ મંદિરે, ખંભાળિયા ભાઈઓ-બહેનોની સાથે છે.

પોરબંદર: અમૃતલાલ મનજીભાઈ શિરોદીયા તે ચંદ્રકાંતભાઈ, જમનાદાસ, સ્વ.પરેશભાઈના અદા, તે સુમિત, ઓમ, શ્લોકના દાદાનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.20ના સાંજે 5 થી 5-30, પોરબંદરની લોહાણા મહાજન વાડીના પ્રાર્થના હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

 

જામખંભાળિયા : જૂની પેઢીના ડોક્ટર એન. ડી. ચોક્સીનું અવસાન: આજે પ્રાર્થના સભા

 

જામખંભાળિયા: જામખંભાળિયાના જૂની પેઢીના જાણીતા સેવાભાવી તબીબ ડો. નવનીતભાઇ ડી. ચોક્સી (ઉં.94)તે ડો. પંકજભાઇ, અમીતભાઇ, ડો. વિશાખાબેન (વડોદરા)ના પિતાશ્રી, કમલ બાબરિયા, ડો. અંજનિકુમાર, દર્શનાબેન, તરૂણાબેનના સસરા, ડો. વિશ્વા, ડો. દેવાંશી, મેહુલ, માધવેન્દ્ર તથા ડો. વત્સલના દાદાજી, સૌમ્યા, શરણ્યાના નાનાજીનું અવસાન થતાં ખંભાળિયા શહેર તથા તબીબી જગતમાં ભારે શોકની લાગણી છવાઈ છે. સદ્ગતની પ્રાર્થના સભા ભાઇઓ, બહેનોની તા.20ના સાંજે 5થી 6 નગરપાલિકા ટાઉન હોલ, પોરબંદર રોડ, ખંભાળિયા ખાતે રાખેલ છે.

ડો.ચોક્સી ખંભાળિયા શહેરમાં પ્રથમ એમબીબીએસ ડોક્ટર હતા કે જ્યારે એમબીબીએસનો જમાનો હતો. તેમનું ક્લિનિક સૌથી જૂનું ગણાય છે. 1963થી ખંભાળિયા શહેરમાં તેમણે પ્રેક્ટિસ શરૂ કરી હતી. સેવાભાવી તબીબની નામના સાથે તેમણે 40 વર્ષથી સ્વામીનારાયણ સત્સંગ મંડળની પ્રવૃત્તિઓ કરી હતી. ખંભાળિયાની પ્રજાબંધુ લાઇબ્રેરીના 25 વર્ષથી પ્રમુખ, ટ્રસ્ટી હતા. ખંભાળિયાની સેવાભાવી સંસ્થા જલારામ મંદિરના સ્થાપક સભ્ય પણ તેઓ હતા. અત્યંત મિલનસાર સેવાભાવી તથા કોઈપણ સમયે દર્દીને મદદરૂપ થનાર ડો.નવનીતરાય ચોક્સીના પુત્ર પંકજભાઈ તથા પુત્રી વિશાખાબેન પણ તબીબ છે. ડો. એન. ડી. ચોક્સીનાં અવસાનથી ખંભાળિયામાં ભારે શોકની લાગણી છવાઈ હતી. ખંભાળિયાના વતની, રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ શોકની લાગણી વ્યક્ત કરી હતી. સદ્ગતની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં તબીબો, આગેવાનો જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક