માળિયા
હાટીનાના પૂર્વ સભાપતિ પટેલ સમાજના આગેવાન વિઠ્ઠલભાઇ ફુલેત્રાનું અવસાન
માળિયા
હાટીના : માળિયા હાટીના પટેલ સમાજના આગેવાન, માળિયાહાટીના નગર પંચાયતના પૂર્વ સભાપતિ
વિઠ્ઠલભાઇ ગોકળભાઇ ફુલેત્રા (ઉં.વ.75) તે સ્વ. ગોકળભાઇ રામજીભાઇ ફુલેત્રાના પુત્ર,
જયંતીભાઇના ભાઇ, સ્વ. ભાવેશભાઇ, જયેશભાઇના પિતાશ્રીનું જૂનાગઢ ખાતે તા.5ના અવસાન થયું
છે બેસણું તા.7નાં સવારે 8થી 11 સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ ખાતે તેમજ
તા.7ને સોમવારે બપોરે 3 થી 6 પટેલ સમાજ માળિયા હાટીના ખાતે છે.
ગોંડલ:
ઔદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજના ભારતીબેન ઈન્દુભાઈ શુકલ (ઉ.79) તે મુકેશભાઈનાં માતુશ્રી,
જય અને જીલના દાદીનું તા.3નાં અવસાન થયું છે. બેસણુ તા.7નાં સાંજે 4 થી 6 લુહાર જ્ઞાતિની
વાડી, 15 સ્ટેશન પ્લોટ, નિવાસ સ્થાનની બાજુમાં ગોંડલ છે.
પોરબંદર:
વિનેશકુમાર દેવચંદભાઈ ચોટાઈના પત્ની વીણાબેન (ઉ.70) તે ચિંતનભાઈ વિનેશભાઈ ચોટાઈના માતુશ્રી,
પાયલબેનના સાસુ, નાગપુરવાળા વિશનજી કરશનદાસ લાલના દિકરીનું તા.પનાં અવસાન થયું છે.
પ્રાર્થનાસભા તા.7ના સાંજે 4.1પ થી 4.4પ લોહાણા મહાજનવાડી, ભદ્રકાળી રોડ, પોરબંદર છે.
જેતપુર:
અશ્વીનપુરી મનહરપુરીના પુત્ર હિરેનપુરી તે ન્યુઝપેપર એજન્ટ ખુમેશપુરી તથા અમિતપુરીના
મોટાભાઈ, પારસબેનના પતિ, સુરભી, રાહુલપુરીના
પિતા,વર્ષાબેનના જેઠ, કૃપાબેનના અદાનું અવસાન થયુ છે. બેસણુ તા.7ના સાંજે 4
થી 6 દશનામ સમાધિ સ્થાન, પ્રગટેશ્વર મહાદેવ, જીવરાજપાર્ક પુલ પાસે, નાના મૌવા, રાજકોટ
છે.
રાજકોટ:
સ્વ.રવજીભાઈ વાલજીભાઈ કારિયાના પુત્ર અરુણભાઈ રવજીભાઈ કારિયા (ઉ.73) તે જીજ્ઞેશભાઈ
(િગફ્ટ પેલેસ ધર્મેન્દ્ર રોડ), કાજલબેન રિતેશકુમાર ગોકાણીના પિતાશ્રી, જયંતીલાલ જમનાદાસ
ભગદેવ (ટંકારા)ના જમાઈનું તા.4ના અવસાન થયું છે. બેસણુ તા.7ના રોજ પ થી 6 પંચનાથ મહાદવ
મંદિર પંચનાથ પ્લોટ, રાજકોટ છે.
પોરબંદર:
કિશોરભાઇ ખીમજીભાઇ રતનધારા (ઉ.57) તે સરોજબેનના પતિ, સ્વ. ખીમજીભાઇ ગિરધરભાઇ રતનધારાના
પુત્ર, સ્વ. પવનભાઇ, જલ્પાબેન અનુપભાઇ ગોટેચા, તૃપ્તિબેન આશિષભાઇ લાખાણી, સ્વાતિબેન
કિશોરભાઇ રતનધારાના પિતાશ્રી, કવિતાબેન અશોકભાઇ કારીયા અને ઇલાબેન કિશોરભાઇ પોપટના
ભાઇનું તા.4ના અવસાન થયું છે.
પોરબંદર:
ચંપાબેન (ઉ.81) તે નાગરિક સહકારી બેંકના નિવૃત્ત જનરલ મેનેજર રસીકભાઇ પ્રાણલાલ ચંદારાણાના
પત્ની, શિલ્પાબેન વિરેન્દ્રભાઇ ખખ્ખરના માતુશ્રી, સ્વ. કાનજીભાઇ વિઠ્ઠલદાસ મજીઠીયાના
પુત્રીનું તા.5ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, પિયરપક્ષની સાદડી તા.7ના સાંજે 5 થી
5-30 દરમિયાન લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલમાં ભાઇ- બહેનોની સંયુકત છે.
બગસરા:
લોહાણા સ્વ. ગોરધનભાઇ કાલીભાઇ પારેખના પત્ની, શારદાબેન (ઉ.90) તે હસમુખભાઇ (ભફાકભાઇ),
રસિકભાઇ (ભદાભાઇ), (યોગેશ્વર ફૂટવેર)ના માતુશ્રીનું તા.5ના અવસાન થયું છે. ઉઠમણું/
બેસણું, મોસાળ પક્ષની સાદડી તા.7ના બપોરના 4 થી 6 લોહાણા મહાજન વાડી અમરેલી રોડ, બગસરા
છે.
ગોંડલ:
યશવંતરાય મુકુંદરાય દવે (રામભાઇ) તે ભાર્ગવભાઇના પિતાનું તા.4ના અવસાન થયું છે. બેસણું
તા.7નાં સાંજે ચારથી છ તેમના નિવાસસ્થાન રામેશ્વર પાર્ક સોસાયટી, નાગડકા રોડ ગોંડલ છે.
રાજકોટ:
સ્વ. ડાયાલાલ નરસીભાઇ ઉનડકટના પુત્ર વિનોદભાઇ (ઉ.67) તે સ્વ. કેશવલાલ (તાલાલા), મહેશભાઇ
અને સુનિલભાઇના ભાઇ, દર્શનભાઇના પિતાશ્રી અને સ્વ. મોહનલાલ અમરશીભાઇ કારીયાના જમાઇ
તા.5ના રોજ વૈકુંઠવાસી થયા છે. તેમનું ઉઠમણું અને પિયર પક્ષની સાદડી તા.7ના સોમવારે
સાંજે ચારથી પાંચ રૈયા રોડ દરજી જ્ઞાતિની વાડી ખાતે રાખેલ છે.
રાજકોટ:
ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ ગોંડલ હાલ રાજકોટ સ્વ. મુળશંકર શંભુપ્રસાદ જોષીના
પુત્ર જીતેન્દ્રકુમાર (ઉ.66) તે રેખાબેનના પતિ, નવનિતભાઇના નાના ભાઇ, અશ્વિનભાઇ, હરકાંતભાઇના
મોટાભાઇ, કમલભાઇ, તેજસભાઇના પિતાશ્રી, જયોતિબેન, પુષ્પાબેન તથા સ્વ. વર્ષાબેનના ભાઇ,
સ્વ. નર્મદાશંકર રેવાશંકર ભટ્ટ (કોટડા સાંગાણી)ના જમાઇ, નલિનભાઇ નર્મદાશંકર ભટ્ટના
બનેવીનું તા.5ના અવસાન થયું છે. બન્ને પક્ષનું ઉઠમણું તથા બેસણું તા.7ના બપોરે 3 થી
5 રામસેવા નિદાન કેન્દ્ર પ્રાર્થના હોલ, રામ મંદિર પાસે, રામનગર શેરી નં.2, પી.ડી.
માલવીયા ફાટક પાસે રાજકોટ છે.
રાજકોટ:
ગુજરાતી શ્રીગોડ માળવીય બ્રાહ્મણ મણિલાલ મગનલાલ ભટ્ટના પુત્ર અને સ્વ.અનિરુદ્ધ ભટ્ટના
ભત્રીજા હર્ષદભાઈ (ઉં.71) તે સ્વ.કુંદનબેન હર્ષદભાઈ ભટ્ટના પતિ, કૃતાર્થભાઈના પિતા,
ઈશાનભાઈના મોટા બાપુજી, સ્વ.ભરતભાઈના મોટાભાઈનું તા.રનાં અવસાન થયું છે. બેસણુ તા.7ના
સાંજે પ થી 6 રામેશ્વર હોલ, રામેશ્વર પાર્ક રૈયા ચોકડીથી રૈયા ગામ તરફ ન્યારા પેટ્રોલ
પંપ પાછળ, રાજકોટ છે.
વડિયા:
વિનોદરાય કરશનદાસ રાજાણી (ઉ.76) તે સ્વ. મગનલાલ ત્રિભોવનદાસ બરછાના જમાઇનું તા.4ના
અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.7ને સોમવારે સાંજે 3-30 થી 5-30 લોહાણા મહાજન
વાડી, વડિયા ખાતે છે.