ચક્ષુદાન
રાજકોટ:
જૈન સમાજના ભાનુબેન ધરમશી શાહનું અવસાન થતાં પરિવારના તેમના ભત્રીજી અલ્પનાબેન પરેશભાઈ
સંઘાણીની સહમતીથી અને જૈન સાહિત્યકાર મનોજભાઈ ડેલીવાળાની પ્રેરણાથી સ્વ.ભાનુબેનના ચક્ષુનું
દાન કરાયું હતું. ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી અને
ચક્ષુદાન જનજાગૃતિના અનુપમભાઈ દોશી અને ઉપેનભાઈ મોદી દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.
બન્ને સંસ્થાનું આ 158મું ચક્ષુદાન છે.
સાવરકુંડલા:
દિલીપભાઈ વાસુરભાઈ મેસુરીયા (ઉ.59) તે સન્ની દિલીપભાઈ મેસુરીયાના પિતાશ્રીનું તા.29ના
અવસાન થયું છે. બેસણું તા.5ના બપોરે 4 થી 6, ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ વાડી, પારેખ
વાડી કોર્નર, સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
ચંદ્રકાંતભાઈ નારણભાઈ કાલાવડિયા (ઉ.69) તે ડો.મેહુલ કાલાવડીયાના પિતાશ્રીનું તા.3ના
અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 4 થી 6, મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, ગુરૂકુળ સામે,
કોલેજ રોડ,
સાવરકુંડલા
છે.
જૂનાગઢ:
નિર્મળાબેન (ઉ.81) તે સ્વ.મનસુખભાઈ ઝાલાના પત્ની, જીતેન્દ્રભાઈ, રજનીકાંતભાઈ (રાજકોટ)ના
માતુશ્રી, યોગેશ, ખુશ્બુબેનના દાદી, હરિકાન્તભાઈ ઝાલા (રાજકોટ)ના ભાભીનું તા.3ના અવસાન
થયું છે. બેસણું તા.5ના સાંજે 4 થી 6, વ્હાઈટ હાઉસ એપાર્ટમેન્ટ, નવા નાગરવાડા શેરી
નં.3 ખાતે છે.
ગઢડા
(સ્વામીના): સ્વ.ચીમનલાલ અમૃતલાલ ત્રિવેદી (સાગરવાળા)ના પત્ની મંજુલાબેન (ઉ.78) તે
સ્વ.ચંદુલાલ, સ્વ.અશોકભાઈ, હર્ષદભાઈના ભાભી, હરેશભાઈ ચીમનભાઈ ત્રિવેદી, વિપુલભાઈ ચીમનભાઈ
ત્રિવેદી, શિલ્પાબેન નીતિનભાઈ દવે (મુંબઈ મુલુન્ડ), ગીતાબેન કૃષ્ણકાંત દવે (મુંબઈ બોરીવલી)ના
માતુશ્રી, મહેશભાઈ (બુધાભાઈ), ધર્મેન્દ્રભાઈના કાકીનું તા.4ના અવસાન થયું છે. સાદડી
તા.7ના સાંજે 4 થી 6, ભાવસાર સમાજની વાડી, સ્ટેશન રોડ, ગઢડા છે.
જામનગર:
નાઘેડી નિવાસી રાજ્ય પુરોહીત બ્રાહ્મણ જ્ઞાતિના સુરેશભાઈ ભટ્ટ (નાઘેડી-લાખાબાવળ એસો.ના
સભ્ય)ના પત્ની ચેતનાબેન (ઉ.64) તે સ્વ.વિઠ્ઠલજી પ્રાણજીવન ભટ્ટના પુત્રવધુ, અનિલભાઈ
(મુંબઈ-ભીવંડી), સ્વ.નિકેશભાઈ, ચંદ્રીકાબેન, મંજુલાબેન, મધુબેનના ભાભી, સ્વ.જેશંકરભાઈ
ચકુભાઈ ખેતીયા (કાનાલુસવાળા)ના દીકરીનું તા.3ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.5ના
સાંજે 4 થી 5, ભાઈઓ-બહેનો માટે ઓશવાળ સેન્ટર, પગારી નં.1, જામનગર છે.
જામનગર:
રેખાબેન રાજેશભાઈ ઝોલાઈ (ઉ.52) તે રાજેશભાઈ ગોવિંદજી ઝોલાઈના પત્ની, સ્વ.અમૃતલાલ મુળજી
મોદીના પુત્રી, પ્રતાપભાઈ, કિશોરભાઈ, દિલેશભાઈ, સરલાબેન, પ્રિતીબેનના ભાભી, પાર્થ,
જાનવીના માતા, કરણકુમાર ધીરેનભાઈ દાસાણીના સાસુનું તા.3ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.5ના સાંજે 5 થી 5-30, રાજપાર્કમાં, સુખનાથ મહાદેવ મંદિર, જામનગર છે.
જામનગર:
પ્રાગજીભાઈ રામજીભાઈ ચુડાસમા (નિવૃત્ત એરફોર્સ કર્મચારી) તે મંજુલાબેન પ્રાગજીભાઈ ચુડાસમાના
પતિ, પરસોત્તમભાઈ તથા રાકેશભાઈ (પ્રેસ ફોટોગ્રાફર)(સુનિલ)ના પિતા, ભાવિક, આયાનના દાદાનું
તા.4ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 5 થી 6, ભાઈઓ-બહેનો માટે ખવાસ જ્ઞાતિ, દાવલશા
ફળી, ચારણ ફળી, ધનબાઈ ડેલા પાસે, જામનગર છે.
175
વખત રક્તદાન કરનાર રાજેશભાઈ મહેતાનું અવસાન, દેહદાન સાથે ચક્ષુદાન કરાયું
ભાવનગર:
ભાવનગરની રેડક્રોસ સહિત અનેક સંસ્થાઓમાં સેવા આપેલ અને ચેમ્બર ઓફ કોમર્સના પુર્વ પ્રમુખ
અને 175 વખત રક્તદાન કરનાર રક્તદાતા સ્વ.રાજેશભાઈ ધીરજલાલ મહેતા (ઉં.71)નું અવસાન થતા
સદગતની ઈચ્છા અનુસાર તેમના કુટુંબીજનોએ 1062મું દેહદાનનું અને 5308 ચક્ષુદાનનું પુણ્ય
કાર્ય કર્યું હતું. રેડક્રોસ પરિવાર તેમના અવસાનથી દુ:ખની લાગણી અનુભવે છે અને તેમને
શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચક્ષુદાન, દેહદાન વિભાગ દ્વારા
અનમોલ દેહદાનનો સ્વીકાર કરવામાં આવ્યો તેમજ તેમના પાર્થિવ દેહને કે.ડી.પી.હોસ્પિટલ,
આટકોટ ખાતે તબીબ વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મહાવરા તથા સંશોધન લાભાર્થે
પહોંચાડવામાં આવેલ. દેહદાન, ચક્ષુદાન માટે (0278) 2424761/2430700 તેમજ મો.94294
06202 ઉપર સંપર્ક કરી શકાય છે.
અમરેલીના
સાંસદ ભરતભાઈ સુતરિયાના પિતાશ્રીનું અવસાન
અમરેલી:
અમરેલીના સાંસદ અને જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભરતભાઈ સુતરિયાના પિતાશ્રી મનુભાઈ કાનજીભાઈ
સુતરિયાનું આજે 80 વર્ષની જૈફ વયે અવસાન થતાં તેમની આજે સાંજે લાઠી તાલુકાના ઝરખિયા
ગામે યોજાયેલ અંતિમ યાત્રામાં અમરેલીના ધારાસભ્ય અને નાયબ દંડક કૌશીકભાઈ વેકરિયા, અમરેલી
જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, મહામંત્રી મેહુલ ધરજિયા, જિલ્લા પંચાયતના સદસ્ય જીતુભાઈ
ડેર, ભાજપ કાર્યાલય મંત્રી મહેન્દ્ર ચાવડા સહીત અનેક રાજકીય, સામાજિક આગેવાનો જોડાયા
હતા અને ભરતભાઈ સુતરિયા તથા તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.