• રવિવાર, 06 જુલાઈ, 2025

અવસાન નોંધ

રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મહેશભાઈ (ઉ.વ.70) (ભુતપૂર્વ શિક્ષક, વિશ્વજ્યોત વિદ્યાલય) તે સ્વ.નર્મદભાઈ વનમાળીદાસ દવેના પુત્ર, સ્વ.દિનેશભાઈ દવેના નાનાભાઈ, જયેશભાઈ દવેના મોટાભાઈ, રૂચિતા ઉમંગ દવે (અમદાવાદ) તથા પ્રણવ દવેના પિતા, ધ્વનિતના દાદા અને મહેશભાઈ મહેતાના બનેવીનું તા.રનાં અવસાન થયું છે. બેસણુ તા.4ને શુક્રવારે સાંજે 4.30 થી 6 ‘ધુમકેતુ હોલ’, 4/રોયલ પાર્ક, કે.કે.વી.હોલ ચોક આગળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે છે.

રાજકોટ: રમેશચંદ્ર છોટાલાલ સોમાણી (ઉં.87) દારેસલામવાળા ચંપાબેન (રશ્મિબેન)ના પતિ તથા સ્વ.છગનલાલ ઝવેરચંદ જીવરાજાનીના જમાઈ, પરિમલભાઈ, રાજેશભાઈ, અમિતાબેન તથા શીલાબેનના પિતાનું તા.1ને મંગળવારે અવસાન થયું છે. બેસણુ તથા પિયરપક્ષની સાદડી તા.3ને ગુરૂવારે સાંજે 4 થી 6 જાગનાથ મહાદેવ મંદિર, રાજકોટ છે.

રાજકોટ: યશવંતરાય કેશવજી બુવારીયા (ઉ.વ.81) તે મનીષભાઈ તથા જયભાઈના પિતા તથા જલ્પા મનીષભાઈનાં સસરા, ધ્રુવિના દાદા તથા સ્વ.રમણીકભાઈ, સ્વ.ઈન્દુભાઈ, સ્વ.પ્રતાપભાઈના નાનાભાઈ, ડૉ.ભગવાનલાલ ભગદેવના જમાઈ, સ્વ.નિતિનભાઈ ભગદેવના બનેવીનું તા.1ના અવસાન થયું છે. બેસણુ તા.3ને ગુરૂવારે સાંજે પ થી 6 પંચનાથ મંદિર રાજકોટ ખાતે છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: ચેતનભાઈ છોટાલાલ ભટ્ટ (ઉં.49) (રત્નાકર જ્વેલર્સ) તે સોનલબેનના પતિ, અમિતભાઈ, જીજ્ઞેશભાઈના મોટાભાઈ, સિદ્ધ શૈલજા અને દ્વીજાના પિતા તેમજ રાહીલના સસરા, સ્વ.હસમુખરાય કરૂણાશંકર ઠાકર (ઠાકર લોજ ગ્રુપ-મોરબી)ના જમાઈ તથા ગોપાલભાઈ, રોહિતભાઈ, પીયુષભાઈના બનેવીનું તા.1ને મંગળવારે અવસાન થયું છે. બેસણુ તા.3ને ગુરૂવારે સાંજે 4 થી 6 રાષ્ટ્રીય શાળા, ડૉ.યાજ્ઞિક રોડ, શેરી નં.1, રમેશભાઈ છાયા સ્કૂલની પાછળ, રાજકોટ ખાતે છે.

રાજકોટ: દિલીપભાઈ કાંતિલાલ ચાવડા (ઉ.વ.64) તે કિશન અને જયના પિતાનું તા.30ના અવસાન થયું છે. બેસણુ તા.3ને ગુરૂવારે સાંજે 4  થી 6 શંખેશ્વર મહાદેવ મંદિર, 6-સુભાષનગર, આમ્રપાલી સિનેમા પાછળ, રૈયા રોડ ખાતે છે.

જામનગર: અરૂણાબેન ભૂપેન્દ્રભાઈ મહેતા (ઉ.વ.80) તે મનસુખલાલ આણંદજી મહેતાના પુત્રવધુ, નિતેશના માતા, વિણાબેનના સાસુ, શિવાનીના દાદી, કિશોરભાઈ, ભારતીબેન, હર્ષિદાબેન, માલતીબેન, જયશ્રીબેનના ભાભી, પ્રભુદાસ સવજીભાઈ શાહ વાંકાનેરવાળાના પુત્રીનું તા.રના અવસાન થયું છે. ઉઠમણુ તા.3ને ગુરુવારે બપોરે 4 કલાકે મોટા ઉપાશ્રય, લાલબાગ સામે ચાંદી બજાર, જામનગર ખાતે છે.

વિસાવદર: શાંતાબેન અભાણી (ઉં.વ.101) તે સ્વ.નારણદાસભાઈનાં પત્ની અને રમેશચંદ્ર, ગિરીશચંદ્ર, કિશોરચંદ્ર, નિકેશચંદ્ર, નલિનચંદ્ર તથા ગં.સ્વ.જયશ્રીબેન નિરંજનકુમાર આડતિયા અને વર્ષાબેન ગોપાલદાસ રૂપારેલના માતાનું તા.રને બુધવારે અવસાન થયું છે. બેસણુ તા.3ને ગુરૂવારે 4 થી પ પિયરપક્ષની સાદડી સાથે લોહાણા મહાજનવાડી, મેઈન રોડ, વિસાવદર ખાતે છે.

જામનગર: વડનગરા નાગર બ્રાહ્મણ કૃષ્ણકુમાર વસંતરાય પંડયા (ઉ.89) તે સ્વ.વીશાખાબેનના પતિ તથા રાહુલભાઈ (યુનિયન બેંક), સ્વ.વત્સલભાઈના પિતા, રોનક, મિલિન્દના દાદાનું તા.ર9ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.3ના સાંજે 6 થી 6.30 વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામના મંદિર સામે, હવાઈ ચોક, જામનગર ખાતે છે.

જૂનાગઢ: મંડલીકપુર નિવાસી વલ્લભભાઈ પુંજાભાઈ તે રતીભાઈ અને વિપુલભાઈના પિતા તથા આશિષ, વોર્ડ નં.11નાં કોર્પોરેટર વનરાજભાઈ સોલંકી તથા ડૉ.પલ્સ સોલંકીનાં દાદાનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.3ના બપોરે 3થી 6 મંડલીકપુર ખાતે તથા તા.પના બપોરે 4થી 6 સત્સંગ હોલ શેરી નં.9, રાયજીબાગ, મોતીબાગ પાસે, જૂનાગઢ ખાતે છે.

બોરવાવ: કંચનબેન (ઉં.વ.6પ) તે સ્વ.નાનાલાલ અજાબિયાના પત્ની, નવલભાઈ તથા ગીતાબેન ભીખુભાઈ ગંગદેવના માતા, ભરતભાઈ, બાબુભાઈ, ભીખાભાઈના બહેન તેમજ ભીખુભાઈ ગંગદેવના સાસુનું તા.રને બુધવારે અવસાન થયું છે. બેસણું તેમજ પિયરપક્ષની સાદડી તા.3ને ગુરુવારે તેમના નિવાસ સ્થાને બોરવાવ મુકામે સાંજે 4થી 6 છે.

સાવરકુંડલા: ઈન્દુબેન અરવિંદભાઈ રાઠોડ તા.ર7ને શુક્રવારે અવસાન થયું છે. સાદડી તા.3ને ગુરુવારે 4થી 6 તેમના નિવાસ સ્થાન હાથસણી રોડ, ખોડિયાર ચોક મેલડી ધામ મંદિરની સામે, ‘અવધ’ સાવરકુંડલા છે.

સાવરકુંડલા: હુસેનભાઈ અલારખાભાઈ સૈયદ (ઉં.વ.74) તે મહમદભાઈ હુસેનભાઈ સૈયદના પિતાનું તા.30ને સોમવારે અવસાન થયું છે. બેસણુ તા.3ને ગુરુવારે સાંજે 4થી 6 વિંઝુડાવાસ સહજાનંદ મોટર રીવાઈડીંગની સામેની ગલીમાં રેલવે સ્ટેશન રોડ, સાવરકુંડલા છે.

બગસરા: સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ કુંદનબેન કાંતિભાઈ ત્રિવેદી (ઉં.86) તે ઘનશ્યામભાઈ ચંદ્રેશભાઈ, શાત્રી મનોજભાઈના માતાનું તા.રને બુધવારે અવસાન થયું છે. બેસણું તા.3ને ગુરુવારે બપોરે 4થી 6 સમસ્ત બ્રહ્મસમાજ વાડી, બગસરા ખાતે છે.

જામનગર: વસંતરાય નારણદાસ ચગ (ઉં.વ.96) તે અનુભાઈ, આશિષભાઈ તથા મીરાબેન નીતિનભાઈ બદિયાણી (કરાડ)ના પિતા, જયશ્રીબેન તથા માલાબેનના સસરા, મિત, ધ્યેય, દૃષ્ટિ તથા ભાવિશાના દાદા, સ્વ.ચિનુભાઈ, ગોપાલભાઈ, સ્વ.ડૉ.ગુણવંતભાઈ, ધીરેનભાઈના ભાઈ, સ્વ.ભગવાનજી પોપટલાલ કોટકના જમાઈ, મનુભાઈ, પ્રવીણભાઈ અને બિપિનભાઈ કોટકના બનેવીનું તા.1ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.3ને ગુરુવારે 4.30થી પ કુંવરબાઈ જૈન ધર્મશાળા, પવનચક્કી, જામનગર ખાતે છે. સસરા પક્ષની સાદડી પણ સાથે છે.

જામનગર:શ્રીરાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ.દલપતરાય ઈશ્વરલાલ જોશીના પુત્ર જીતુભાઈ (ચિનાભાઈ) (ઉં.પ4) તે વર્ષાબેન અમૃતલાલ નાકરના પતિ તથા નિકુંજ અને અંકિતના પિતા, રાજેશભાઈ જોશી, વંદનાબેન અશોકભાઈ ઠાકર, દિપકભાઈ ગૌરીશંકર, પરેશભાઈ ગૌરીશંકર જોશીના ભાઈનું તા.1ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.3ને ગુરુવારે સાંજે પ.30થી 6 શ્રીરાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રાજગોરફરી શેરી નં.1, જામનગર ખાતે છે.

તાલાલા: અરુણાબેન (ઉં.વ.63) તે નીતિનકુમાર પ્રાણજીવનદાસ ઉનડકટ (દીપક રોડવેઝવાળા)ના પત્ની, સ્વ.પ્રાણજીવનનાં પુત્રવધૂ તથા હર્ષવર્ધન શીતલબેન મહેશકુમાર સોમૈયા (અમરેલી), હીનાબેન જયદીપકુમાર નાગ્રેચા (જૂનાગઢ), રિંકુબેન નીરજકુમાર  રાયચુરા (ઉના), રક્ષાબેન મૌલિકકુમાર વિઠલાણી (સાંગલી), એકતાબેન સિદ્ધાંતકુમાર રાજા (રાજકોટ)ના માતા તથા સ્વ.અજીતભાઈ, વિજયભાઈનાં ભાભી તથા નંદલાલભાઈ રાજા (ગોંડલ)ની પુત્રી તથા મનીષભાઈ, અમિતભાઈના કાકીનું તા.રના અવસાન થયું છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.3ને ગુરુવારે સાંજે 4થી 6 લોહાણા મહાજનવાડી, તાલાલા ગીર

ખાતે છે.

ધારી: અસગરઅલી નજમુદ્દીનભાઈ હથિયારી (ઉં.વ.81) તે મુનાવરભાઈના પિતાનું, ફરીદાબેન (ચલાલા), રજીયાબેન (ધોરાજી), મહુરમા સકીનાબેન (રાજકોટ)ના બાવાજીનું તા.રને બુધવારે અવસાન થયું છે. જીયારતના સિપારા તા.3ને ગુરુવારે મગરીબ ઈશાની નમાજ બાદ ધારી વ્હોરા મસ્જિદમાં છે.

ખંભાળિયા: આલમશા શાહમદાર (એએસઆઈ) જે રાજ્યના પોલીસ ડોગ સ્કવોડમાં 34 વર્ષ સુધી ફરજ બજાવી હાલ દ્વારકામાં ડોગ સ્કવોડમાં ફરજ બજાવતા હતા. તેમનું અવસાન થતા દ્વારકા જિલ્લા પોલીસવડા પાંડેય તથા ડી.વાય.એસ.પી.ઓ વિસ્મય માનસેતા તથા સાગર રાઠોડ દ્વારા શોકાજંલિ અપાઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક