• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

16મી સપ્ટેમ્બરથી રાજકોટ- હૈદરાબાદ વચ્ચે ડેઈલી ફ્લાઈટ ઈન્ડિગો એરલાઈન્સ વિમાની સેવા પુન: શરૂ કરશે

રાજકોટ, તા. 25: (ફૂલછાબ ન્યુઝ) આગામી તારીખ 16મી સપ્ટેમ્બરથી રાજકોટ-હૈદરાબાદ વચ્ચે વિમાની સેવા શરૂ થવા જઈ રહી છે. ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી રહી છે.

તારીખ 16મી સપ્ટેમ્બરથી ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા ફ્લાઈટ નંબર 6ઈ 6824- 6ઈ 6823નો પ્રારંભ કરવામાં  આવશે. આ ફ્લાઈટના શેડયુલ મુજબ પ્રથમ હૈદરાબાદથી મુસાફરોને લઈને બપોરે 12-10 કલાકે ઉડ્ડયન ભરીને 13-55 કલાકે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે અને રાજકોટ એરપોર્ટથી હૈદરાબાદ જવા બપોરે 14-25 કલાકે ઉડાન ભરશે અને 16-05 કલાકે ઉતરાણ કરશે. આ ફ્લાઈટ સપ્તાહમાં તમામ સાત દિવસ સંચલન કરશે. અગાઉ પણ ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા રાજકોટ-હૈદરાબાદ વચ્ચે ફ્લાઈટ શરૂ કરાઈ હતી. જોકે તે થોડો વખત ચાલ્યા બાદ બંધ કરી દેવામાં આવી હતી. એરલાઈન્સ કંપનીઓ હવે જે રૂટ પર વધુ મુસાફરો મળવાની સંભાવના વધારે હોય તે રૂટ પર ફ્લાઈટ મુકવાની અને જરૂર મુજબ અવાર-નવાર રૂટમાં ફેરફાર કરવાની નીતિ અપનાવી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક