• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

મુલતાન ટેસ્ટ રોમાંચક : ઇંગ્લેન્ડ સામે પાક.ને જીતની તક

297 રનના વિજય લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડના 2 વિકેટે 36

મુલતાન 17: સરજમીં પર સતત 11 ટેસ્ટથી વંચિત પાકિસ્તાન માટે જીતની તક સર્જાઇ છે. ઇંગ્લેન્ડ સામેનો બીજો ટેસ્ટ રોમાંચક બન્યો છે અને પાકિસ્તાન પાસે વિજય પ્રાપ્ત કરવાનો મોકો છે. મુલતાન ટેસ્ટના આજે ત્રીજા દિવસની રમતના અંતે 297 રનના વિજય લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડના 2 વિકેટે 36 રન થયા હતા. તેને જીત માટે હજુ 261 રનની જરૂર છે. જે ટર્ન લેતી મુલતાનની પીચ પર કઠિન કાર્ય છે. જયારે પાકિસ્તાને વિજયની ભુખ ભાંગવા 8 વિકેટની જરૂર છે. મેચના હજુ બે દિવસ બાકી છે એટલે પરિણામ નિશ્ચિત છે. આ પહેલા આજે ઇંગ્લેન્ડનો પહેલો દાવ 291 રને સમાપ્ત થયો હતો. જયારે પાકિસ્તાનનો બીજો દાવ 221 રને પૂરો થયો હતો. પાક.ના પહેલા દાવમાં 366 રન થયા હતા. આથી તેને 7પ રનની મહત્વની સરસાઇ મળી હતી. મેચના આજે ત્રીજા દિવસે કુલ 16 વિકેટ પડી હતી.

ત્રીજા દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડના બીજા દાવમાં 2 વિકેટે 36 રન થયા હતા. રૂટ 12 અને પોપ 21 રને નોટઆઉટ રહ્યા હતા. ક્રાઉલી 3 અને ડકેટ ઝીરોમાં આઉટ થયા હતા. સાજીદ અને નોમાને 1-1 વિકેટ લીધી હતી. આ પહેલા આજે પાક.નો બીજો દાવ પ9.2 ઓવરમાં 221 રને પૂરો થયો હતો. જેમાં સલમાન આગાના સૌથી વધુ 63 રન હતા. કામરાન ગુલામે 26, સૂદ શકીલે 31 અને રિઝવાને 23 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે 4 અને જેક લિચે 3 વિકેટ લીધી હતી.

આજે સવારે ઇંગ્લેન્ડે તેનો પહેલો દાવ 6 વિકેટે 239 રનથી આગળ વધાર્યો હતો અને 291 રને ઓલઆઉટ થયું હતું. પાકિસ્તાન તરફથી સ્પિનર સાજિદખાને 7 અને નોમાન અલીએ 3 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક