• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

પત્નીની ઉંમર 18 વર્ષથી ઓછી તો બળાત્કાર : સુપ્રીમ

મેરિટલ રેપ : સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી, અરજદારે કહ્યું, પત્નીની ના તો ‘ના’ : મેરિટલ રેપને ગુનો ગણવા માગ

નવી દિલ્હી, તા.17 : મેરિટલ રેપ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી વાય ચંદ્રચૂડે મહત્ત્વની ટિપ્પણી કરી કે જ્યારે પત્ની 18 વર્ષથી ઓછી ઉંમરની હોય તો તે બળાત્કાર છે અને જ્યારે તે 18 વર્ષથી વધુ ઉંમરની હોય તો નથી. તે  જ બીએનએસ (ભારતીય ન્યાય સંહિતા) અને આઇપીસી (ભારતીય દંડ સંહિતા) માં અંતર છે. આ એક બંધારણિય પ્રશ્ન છે. અમારી સમક્ષ બે પુર્વ ચુકાદા છે અને અમારે તેનો નિર્ણય કરવાનો છે.મુખ્ય મુદ્દો આ દંડાત્મક જોગવાઈની બંધારણિય કાયદેસરતાનો છે. કોર્ટ સમક્ષ અરજદારે માગ કરી છે કે પતિને એટલા માટે છૂટ ન મળે કારણ કે પીડિતા પત્ની છે, ના નો અર્થ ના થાય છે.

મેરિટલ રેપને ગુનો જાહેર કરવાની માગ કરતી અરજીઓ પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સીજેઆઇ ચંદ્રચૂડ, જસ્ટિસ પારદીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે અરજદારોની દલીલો સાંભળી હતી. અરજદારો વતી એડવોકેટ ગોંજાલ્વિસ અને કરુણાનુંડી હાજર થયા હતા. સુનાવણી વખતે એડવોકેટ નુંડીએ દલીલ કરી કે જ્યારે પતિ એનલ સેક્સ કરે છે, તો તેને અપવાદ ર હેઠળ છૂટ આપવામાં આવે છે જ્યારે તે યૌન ક્રિયા નથી. સીજેઆઇ ડી વાય ચંદ્રચૂડે કહ્યું કે કાયદો કહે છે કે, વજાઇનલ સેક્સ હોય કે એનલ સેક્સ જ્યાં સુધી લગ્નમાં રહીને કરવામાં આવે છે તે બળાત્કાર નહીં હોય.

જસ્ટિસ પારદીવાલાએ અરજદારોની દલીલો સામે કહ્યું કે, યૌન ક્રિયા શબ્દને યોગ્ય રીતે પરિભાષિત કરવામાં આવ્યો નથી ? માની લ્યો કે કોઈ પતિ પત્નીને કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ બનાવવા મજબૂર કરે છે તો શું તે અપવાદ ર હેઠળ આવશે ? ના, તે નહીં આવે. જો પત્ની ના કહેતા કહેતા થાકી જાય અને પોતાનાં માવતરે ચાલી જાય છે, તો તમે કેવી રીતે જોશો ? શું છૂટાછેડા સુધી વાત પહોંચી જશે. વકીલ ગોંજાલ્વિસે દલીલ કરી કે પાડોશી દેશ નેપાળમાં મેરિટલ રેપને ગુનો માનવામાં આવ્યો છે. ત્યાં તે કોઈ લગ્ન સંસ્થાને અપમાનિત નથી કરતો પરંતુ લગ્નમાં દુરવ્યવહાર અને બળાત્કાર લગ્ન સંસ્થાને અપમાનિત કરે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક