• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

સંવૈધાનિક છે નાગરિકતા અધિનિયમ : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમની 5 જજની પીઠે 4-1ના બહુમતથી આપ્યો ચુકાદો : આસામમાં પ્રવેશના અવૈધ પ્રવાસીઓને ધારા 6અ મારફતે મળેલી નાગરિકતા યોગ્ય માની

 

નવી દિલ્હી, તા. 17 : સુપ્રીમ કોર્ટની પાંચ જજની સંવિધાન પીઠે આસામ સમજૂતીને આગળ વધારવા માટે 1985માં સંશોધનનાં માધ્યમથી નાગરીકતા અધિનિયમની ધારા 6એની સંવૈધાનિક વૈધતાને યથાવત્ રાખી છે. દેશની સર્વોચ્ચ અદાલતે 4-1ના બહુમતથી ચુકાદો આપ્યો છે. સંવિધાન પીઠે નાગરીકતા અધિનિયમની ધારા 6એની વૈધતાની પુષ્ટિ કરી છે. જેના હેઠળ પહેલી જાન્યુઆરી 1966 અને 25 માર્ચ, 1971 વચ્ચે આસામમાં પ્રવેશ કરનારા અવૈધ પ્રવાસીઓને નાગરીકતાનો લાભ આપવામાં આવ્યો હતો.

નાગરીકતા અધિનિયમની ધારા 6એને લઈને 12 ડિસેમ્બર, 2023ના 17 અરજીઓ ઉપર સુનાવણી બાદથી ફેંસલો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો અને હવે આ કાયદાને લઈને ચુકાદો આપવામાં આવ્યો છે.  સીજેઆઇ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ સૂર્યકાંત, એમએમ સુદ્રેશ અને મનોજ મિશ્રાની પીઠે અધિનિયમના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. જ્યારે જસ્ટિસ જેબી પારડીવાલાએ જોગવાઈને અસંવૈધાનિક ઠેરવતા તેને ભવિષ્યમાં પ્રભાવી માન્યો હતો. જસ્ટિસ જેબી પારડીવાલાએ સીજેઆઇ ચંદ્રચૂડ અને અન્યના બહુમતનાં મંતવ્ય સાથે અસહમતી વ્યક્ત કરી હતી.

આ આદેશ એ અરજી ઉપર આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, બંગલાદેશથી શરણાર્થીઓ આવવાનાં કારણે આસામના જનસાંખ્યિકીય સંતુલન ઉપર અસર પડી છે. નાગરીકતા અધિનિયમની ધારા 6એ રાજ્યના મૂળ નિવાસીઓના રાજનીતિક અને સાંસ્કૃતિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે. મુખ્ય ન્યાયાધીશે કેસમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આ અધિનિયમને અન્ય ક્ષેત્રોમાં પણ લાગુ કરી શકતી હતી પણ તેવું થયું નથી. આ અધિનિયમ આસામ માટે ખાસ બન્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, એવો કોઈ પુરાવો નથી  જે બતાવી શકે કે 1966થી 1971 વચ્ચે બંગલાદેશી પ્રવાસીઓને ભારતીય નાગરીકતા આપવાનાં કારણે આસામની સાંસ્કૃતિ ઓળખ ઉપર અસર થઈ હોય.

ઇ-પેપરના નવા શુલ્ક