• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

મંત્રી મંડળમાં માળિયા અને માંગરોળની બાદબાકી કરાતા ભાજપના કાર્યકરો નારાજ

-આમ આદમી પાર્ટીનો પગપેસરો થયો ત્યારે જ આ વિસ્તારની અવગણના ભારે પડશે?

માળિયા હાટીના: રાજ્યના નવરચિત મંત્રી મંડળમાં જૂનાગઢ જિલ્લાને અને ખાસ કરીને માળિયા હાટીના, માંગરોળને સ્થાન ન મળતા આ વિસ્તારમાં અને જૂનાગઢ જિલ્લાના  લોકોમાં નારાજગી જોવા મળી છે. જૂનાગઢ જિલ્લો પ્રવાસન તરીકે આગવું  અને મોખરાનું  સ્થાન ધરાવે છે. ગિરનાર, સાસણ ગિરનું એશિયાનું પ્રખ્યાત સફારી પાર્ક, પરબધામ, સતાધાર  જેવા અનેક પ્રવાસન  અને તીર્થ સ્થળનો સ્થળો આવેલા છે. જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને માંગરોળના  ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા જેવા સક્ષમ ધારાસભ્ય પણ છે  તેમ છતાં પણ મંત્રી મંડળમાં સ્થાન ન મળતા લોકોમાં ભાજપ પ્રત્યે નારાજગી જોવા મળી છે.

માંગરોળ માળિયા હાટીનાના ભાજપના જૂના જોગી  ભગવાનજીભાઈ ત્રણ ત્રણ વખત ધારાસભ્ય બનેલા છે. કોંગ્રેસના મહારથી, મોટા ગજાના નેતા એવા  કોંગ્રેસના પૂર્વ  કેબિનેટ મંત્રી રહી ચૂકેલા શ્રીમતી ચંદ્રિકાબેન ચુડાસમાને બે વખત ભગવાનજીભાઈએ  હરાવ્યા છે. આમ, આ વિસ્તારમાં ભગવાનજીભાઈ કરગઠિયાનો દબદબો જોવા મળ્યો છે   ઘણા વર્ષોથી ભાજપમાં વફાદાર કાર્યકર આગેવાન  તરીકે રહી ચૂકેલા ભગવાનજીભાઈ કરગઠિયાને  આ વખતે નવા  મંત્રી મંડળમાં  સ્થાન ન મળતા આ વિસ્તારના મતદારો અને મોટાભાગના ભાજપના કાર્યકરો પણ નારાજ થયા છે 

જ્યારે બીજી તરફ આ વિસ્તારમાં આ આમ આદમી પાર્ટી પણ જોર પકડતી જાય છે. ભાજપના ઘણા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક