બહારના રાજ્યોના વાહનો પર રૂા.80થી રૂા. 700 સુધીનો વેરો વસૂલાશે
દેહરાદૂન,
તા. 26 : કાર સહિતના મોટા વાહનોથી હવે ઉત્તરાખંડ જવા માટે ગ્રીન ટેક્સ ચૂકવવો પડશે.રાજ્ય
સરકારે પર્યાવરણ અને સ્વચ્છતાને લઈને બહારના રાજ્યોમાંથી ઉત્તરાખંડમાં આવનારા વાહનો
પર રૂ.80થી 700 સુધીનો વેરો લાદવાનો નિર્ણય લીધો છે. એક મીડિયા અહેવાલમાં પરિવહન વિભાગને
ટાંકીને જણાવાયું છે કે ગ્રીન ટેક્સ થકી રાજ્યને વર્ષે રૂ.100થી 1પ0 કરોડ મળશે જેનો
ઉપયોગ પ્રદૂષણ ઘટાડવામાં અને સફાઈમાં કરવામાં આવશે.
ઉત્તરાખંડમાં
પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પૈકી કારમાટે રૂ.80,માલવાહક વાહનો માટે રૂ.2પ0,બસો માટે
રૂ.140 અને ટ્રક માટે વજન મુજબ રૂ.120થી રૂ.700નો કર વસૂલવામાં આવશે.જો કે,દ્વિચક્રી
વાહન, ઈલેકટ્રિક અને સીએનજી વાહન,ઉત્તરાખંડમાં નોંધાયેલા વાહનો તેમજ એમ્બ્યુલન્સ સહિતના
ઈમર્જન્સી સેવાના વાહનો પાસેથી વેરો વસૂલાશે નહીં.