મન કી બાતમાં વડાપ્રધાને જીએસટી બચત, વંદે માતરમ, રિયા શ્વાન, કોફી સહિત મુદ્દે વાત કરી
નવી
દિલ્હી, તા.ર6 : વડાપ્રધાન મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતના 127મા એપિસોડમાં
રાષ્ટ્ર જોગ સંબોધનમાં જીએસટી બચત, વંદે માતરમની રચના, રિયા નામની શ્વાન, કોફી સહિત
મુદ્દે વાત કરી હતી.
તેમણે
કહ્યું કે લોકો જીએસટી બચત મહોત્સવને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તહેવારોની મોસમ દરમિયાન
આનંદમય વાતાવરણ જોવા મળ્યું. બજારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં જબરદસ્ત વધારો થયો
છે. વડાપ્રધાને કહ્યંy કે ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ એક એવું ગીત જેનો પહેલો શબ્દ
જ આપણા હૃદયમાં લાગણીઓનો પૂર જગાડે છે. વંદે માતરમ - આ એક શબ્દમાં કેટલી બધી લાગણીઓ,
કેટલી બધી ઊર્જા સમાયેલી છે. તે આપણને ભારત માતાના માતૃત્વ પ્રેમનો અહેસાસ કરાવે છે.
તે આપણને આપણી ફરજોની યાદ અપાવે છે.
વધુમાં
કહ્યંy કે તમે બધા ચા સાથેના મારા જોડાણ વિશે જાણો છો પણ આજે મેં વિચાર્યું કે શા માટે
કોફીની ચર્ચા ન કરીએ ? ઓડિશાના ઘણા લોકોએ કોરાપુટ કોફી વિશે મારી સાથે પોતાની લાગણીઓ
શેર કરી. કોરાપુટ કોફીનો સ્વાદ અદ્ભુત છે ઉપરાંત કોફીની ખેતી લોકોને ફાયદો પહોંચાડી
રહી છે. કોફી પ્રેમીઓ કહે છે કે ભારતની કોફી તેના પ્રકારની શ્રેષ્ઠ છે. તે ભારતમાં
ઉત્પન્ન થાય છે અને સમગ્ર વિશ્વમાં તેનો આનંદ માણવામાં આવે છે.
રિયા
નામના શ્વાનને યાદ કરતા કહ્યું કે ગયા વર્ષે લખનૌમાં ઓલ ઈન્ડિયા પોલીસ ડયુટી મીટમાં
રિયા નામના શ્વાને બધાનું ધ્યાન ખેંચ્યું. રિયાએ ત્યાં અનેક વિદેશી શ્વાનોને પાછળ રાખી
દેતાં પ્રથમ ઇનામ જીત્યું, આપણા સ્વદેશી શ્વાનોએ નોંધપાત્ર હિંમત દર્શાવી છે. ગયા વર્ષે
છત્તીસગઢમાં નકસલ પ્રભાવિત વિસ્તારમાં પેટ્રાલિંગ કરતી વખતે સીઆરપીએફના એક સ્વદેશી
શ્વાને 8 કિલોગ્રામ વિસ્ફોટકો શોધી કાઢ્યા હતા.