• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

કેપ્ટન હેરી બ્રુકની અદ્ભુત સદી એળે : ઇંગ્લેન્ડ સામેના પ્રથમ વન ડેમાં ન્યુઝીલેન્ડનો 6 વિકેટે વિજય

ઇંગ્લેન્ડના 223 રનમાંથી હેરી બ્રુકના 11 છક્કાથી 135 રન

માઉન્ટ મોન્ગાનૂઇ તા.26: કેપ્ટન હેરી બ્રુકની વન ડે ક્રિકેટની એક અદભૂત અને અવિસ્મરીણય સદી છતાં ન્યુઝીલેન્ડ સામેના પહેલા વન ડેમાં ઇંગ્લેન્ડ ટીમનો પરાજય થયો હતો. 224 રનનો વિજય લક્ષ્યાંક ન્યુઝીલેન્ડે 80 દડા બાકી રાખીને 36.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો અને 4 વિકેટની જીત સાથે 3 મેચની વન ડે શ્રેણીમાં 1-0થી આગળ થયું હતું. પરાજિત સુકાની અને મેન ઓફ ધ મેચ બનેલા હેરી બ્રુકે એકલવીર બની 101 દડામાં 9 ચોક્કા અને 11 છક્કાથી 13પ રનની અદભૂત અને ચમત્કારિક ઇનિંગ રમી હતી.

કપ્તાન બ્રુક જયારે ક્રિઝ પર આવ્યો ત્યારે ઈંગ્લેન્ડનો સ્કોર 3 વિકેટ પ રન હતો. આ પછી સ્કોર 4 વિકેટે 10 રન અને પ વિકેટે 33 રન થયો હતો, પણ બ્રુક દબાણમાં આવ્યો નહીં અને એક છેડેથી સ્ટ્રોકફૂલ બેટિંગ ચાલુ રાખી કિવિ બોલર્સનો કચ્ચરઘાણ કાઢ્યો હતો. તેના સિવાય જેમી ઓવરટને 46 રન કર્યાં હતા. જયારે જેમી સ્મિથ ઝીરોમાં, બેન ડકેટ બે રને, જો રૂટ બે રને, જોસ બટલર 4 રન, જેકોબ બેથેલ બે રને, સેમ કરન 6 રને, બ્રાયડન કાર્સ ઝીરોમાં, રશીદ 4 અને વૂડ પ રને આઉટ થયા હતા. આથી ઇંગ્લેન્ડ ટીમ 3પ.2 ઓવરમાં 223 રને ઓલઆઉટ થઇ હતી. ન્યુઝીલેન્ડ તરફથી ઝેકરી ફોકલ્સે 4, જેકોબ ડફીએ 3 અને મેટ હેનરીએ 2 વિકેટ લીધી હતી.

બાદમાં ન્યુઝીલેન્ડ ટીમે 36.4 ઓવરમાં 6 વિકેટે 224 રન કરી જીત નોંધાવી હતી. કિવિઝ તરફથી ડેરિલ મિચેલ 91 દડામાં 7 ચોક્કા-2 છક્કાથી 78 રને નોટઆઉટ રહ્યો હતો. આ સિવાય માઇકલ બ્રેસવેલે પ1 અને કેપ્ટન મિચેલ સેંટનરે 27 રન કર્યાં હતા. ઇન્ટરનેશનલ ક્રિકેટમા 7 મહિના પછી વાપસી કરનાર કેન વિલિયમ્સન ગોલ્ડન ડક થયો હતો. રચિન પણ 17 રન જ કરી શકયો હતો. ઇંગ્લેન્ડ તરફથી બ્રાયડન કાર્સે 3 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક