મોરબી, તા.25: નવલખી તરફ જતા રોડ પર બે દિવસ પૂર્વે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બુલેટ સહિત બે બાઈક રિક્ષા સાથે અથડાતા બાઈકસવાર બે યુવાન અને એક રિક્ષામાં બેસેલ યુવાન એમ કુલ ત્રણના મૃત્યુ થયા હતા અને એક વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો.
મોરબીના
મકરાણીવાસમાં રહેતો મહમદ હાજી મુસાણીએ સીએનજી રિક્ષાના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
છે કે, ગત તા.19ના રોજ સીએનજી રિક્ષાના ચાલકે પૂરઝડપે ચલાવી નવલખી તરફ જતા રોડ પર ફરિયાદીના
ભત્રીજા સમીરના સ્પ્લેન્ડર બાઈક સાથે અને ઈમરાન તેમજ તસ્લીમના બુલેટ સાથે ભટકાડી ટ્રીપ
અકસ્માત સર્જયો હતો. જે અકસ્માતમાં સમીર મુસાણી અને ઈમરાન શાહમદારના મૃત્યુ થયા હતા
તેમજ તસ્લીમને ઈજાઓ પહોંચી હતી તથા રિક્ષામાં બેસેલ રહીમ અવેશ સંઘવાણીનું મૃત્યુ નીપજાવ્યું
હતું. અકસ્માતમાં ત્રણ યુવાનના મૃત્યુ થયા હતા અને એક યુવાનને ઈજા પહોંચી હતી. માળિયા
પોલીસે રિક્ષા ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.