પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં 15 રાજ્યને પાછળ રાખીને રચ્યો ઈતિહાસ
આજે દિલ્હીમાં કેન્દ્રના રાજ્યકક્ષાના
સંરક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં ગૌરવપૂર્ણ પુરસ્કાર એનાયત કરાશે
અમદાવાદ,
તા.29 : 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાતી રાષ્ટ્રીય
પરેડમાં ગુજરાતના સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ્ થીમ આધારિત ટેબ્લોએ ભારે ઉત્સુકતા
અને આકર્ષણ જમાવ્યું હતું. માહિતી કમિશનરની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવતા ગુજરાતના
આ ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસ એવોર્ડ શ્રેણીમાં સતત ચોથા વર્ષે
પ્રથમ સ્થાન મેળવીને ઈતિહાસ સર્જ્યો છે.
આ તકે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રભક્તિની સાથે રાજ્યના સ્વાતંત્ર્યવીરોના
યોગદાનને ઉજાગર કરતા ગુજરાતના ટેબ્લોને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. 30 જાન્યુઆરીએ નવી
દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે પ્રજાસત્તાક પર્વના સમાપન સમારોહમાં કેન્દ્રના
રાજ્યકક્ષાના સંરક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાતને આ ગૌરવપૂર્ણ પુરસ્કાર એનાયત કરવામાં
આવશે.
કેન્દ્ર
સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા ખઢઋજ્ઞદ પોર્ટલ પર 26 જાન્યુઆરીથી 27 જાન્યુઆરીના
રાત્રે 11:45 વાગ્યા સુધી યોજાયેલા મતદાનમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ કલાકથી બીજા દિવસના
અંત સુધી સતત અગ્રેસર રહીને કુલ વોટના 43 ટકા વોટ સાથે પીપલ્સ ચોઈસ કેટેગરીમાં પ્રથમ
ક્રમાંક સાથે વિજેતા થયો હતો. દ્વિતિય ક્રમે રહેલા ઉત્તર પ્રદેશને 9 ટકા મત મળ્યા હતા,
જ્યારે બાકીના 15 રાજ્યોએ અનુક્રમે મત મેળવ્યા હતા. આ વર્ષે કર્તવ્ય પથ પર યોજાયેલી
રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્યના માહિતી વિભાગે પ્રસ્તુત કરેલા ટેબ્લોમાં વંદે માતરમ્
અને સ્વદેશી ચળવળના સમન્વયથી ઉદ્ભવેલી આઝાદી માટેની ક્રાંતિથી લઈ વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ આપેલા આત્મનિર્ભરતા માટે સ્વદેશીના મંત્રની યાત્રાને તાદૃશ રીતે રજૂ કરવામાં
આવી હતી.