• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

હાર્વિકની બેવડી સદીથી રણજી ટ્રોફીમાં ચંદિગઢ વિરુદ્ધ સૌરાષ્ટ્ર વિજયભણી

ક્ષ          સૌરાષ્ટ્રે 3 વિકેટે 453 રને દાવ ડિક્લેર કર્યો : જય 2 અને અર્પિત 4 રને સદી ચૂક્યા

ચંદિગઢ, તા.30 : વિકેટકીપર - બેટર હાર્વિક દેસાઈની અણનમ બેવડી સદીની મદદથી ચંદિગઢ ટીમ વિરુદ્ધના રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્ર સંપૂર્ણ દબદબા સાથે વિજયભણી આગળ ધપી રહ્યું છે. ચંદિગઢના પહેલા દાવમાં 136 રનના જવાબમાં રમતના આજે બીજા દિવસે સૌરાષ્ટ્રે તેનો પહેલો દાવ 106.1 ઓવરમાં 3 વિકેટે 4પ3 રને ડિક્લેર કર્યો હતો. આથી સૌરાષ્ટ્રને 317 રનની ધીંગી સરસાઈ મળી હતી.

સૌરાષ્ટ્ર તરફથી હાર્વિક દેસાઈએ બેવડી સદી ફટકારી હતી. તે 30પ દડામાં 21 ચોક્કા-1 છક્કાથી 200 રને નોટઆઉટ રહ્યો હતો જ્યારે જય ગોહિલ બે રને અને અર્પિત વસાવડા 4 રને સદી ચૂક્યા હતા. જયે 111 દડામાં 1પ ચોક્કા-1 છક્કાથી 98 અને અર્પિતે 1પ3 દડામાં 6 ચોક્કા-2 છક્કાથી 96 રન કર્યા હતા. પ્રરેક માંકડ 26 રને અણનમ રહ્યો હતો. આ પછી બીજા દિવસની રમતના અંતે ચંદિગઢ ટીમના બીજા દાવમાં વિના વિકેટે 31 રન થયા હતા. તે સૌરાષ્ટ્રથી હજુ 286 રન પાછળ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક