આ સિદ્ધિ હાંસલ કરનાર ભારતની પહેલી ખેલાડી
ડોળાસા, તા.30: કોડિનાર તાલુકાના
ડોળાસા ગામની દીકરી હાલ જૂનાગઢ સ્થિત જેન્સી દીપકભાઈ કાનાબાર ઓસ્ટ્રેલિયા ઞ-14માં ટેનિસ
ટૂર્નામેન્ટ જીતી વિદેશમાં ભારતનો ડંકો
વગાડયો છે.
ડોળાસા ગામના દીપકભાઈ બાલુભાઈ
કાનાબાર પ્રાથમિક શિક્ષક છે અને હાલ જૂનાગઢ રહે છે. સંતાનમાં એક દીકરી છે. જેનું નામ
જેન્સી કાનાબાર છે. ઓસ્ટ્રેલિયા ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ભારત તરફથી રમવા પસંદ થઈ
હતી. જ્યાં સમગ્ર ટૂર્નામેન્ટમાં જોરદાર દેખાવ બાદ આજે ફાઈનલ મેચ જીતી દુનિયામાં ભારત
અને ડોળાસા ગામનું નામ ઝગમગતું કર્યું છે. જેન્સી કાનાબાર ઞ-14નું ટાઈટલ જીતનાર પ્રથમ
ભારતીય ખેલાડી બની છે. જેન્સી કાનાબાર ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. પૂર્વ સાંસદ
દિનુભાઈ સોલંકીએ પણ જેન્સીને અભિનંદન પાઠવ્યા છે. જેન્સી કાનાબાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં
એશિયા-પેસિફીક એલિટ અન્ડર-14 મહિલા વર્ગમાં વિજેતા બની છે.