• મંગળવાર, 26 મે, 2026

પોશીનામાં ભાજપના જ સદસ્યે ‘આપ’ને ટેકો આપતાં સત્તાપલટો

ટાઈ થયેલી બેઠકો વચ્ચે ભાજપના મહિલા સદસ્યના બળવાથી આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયત પર સત્તા જાળવી રાખી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ તા.25 : સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ગણાતા પોશીના તાલુકા પંચાયતમાં એક એવો રાજકીય ભડકો થયો છે, જેણે ભાજપ માટે મોટો ઉલટફેર સર્જી દીધો છે. પોશીના તાલુકા પંચાયતમાં ભાજપના જ એક સદસ્યે પક્ષ સામે સરેઆમ બળવો કરીને આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કરી દેતા આખું સત્તા સમીકરણ બદલાઈ ગયું છે. આ ઘટનાને પગલે સમગ્ર સાબરકાંઠા જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને ભાજપના મોવડી મંડળમાં દોડધામ મચી ગઈ છે.

સમગ્ર વિવાદની વિગત એવી છે કે, 20 બેઠકો ધરાવતી પોશીના તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં અગાઉ આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો અને આપને ફાળે 10 સીટો આવી હતી. જોકે, ત્યાર બાદ આમ આદમી પાર્ટીના એક સદસ્યને ત્રણ સંતાન હોવાનો મામલો સામે આવતા કાયદેસરની કાર્યવાહી હેઠળ તેમની સભ્યતા રદ કરવામાં આવી હતી. આપના એક સદસ્યનું પદ ગુમાવ્યા બાદ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સત્તા માટે ટાઇ થઈ ગઈ હતી, જેથી ભાજપ સત્તા કબજે કરવાના સપના જોઈ રહ્યું હતું. પરંતુ બરાબર મોકા પર ભાજપના સદસ્ય ગમાર પારુલબેન નરેશભાઈએ પક્ષ પલટો કરીને ‘આપ’ને પોતાનો ખુલ્લો ટેકો જાહેર કરી દીધો હતો. ભાજપના સદસ્યના આ આંચકાજનક બળવાના કારણે પોશીના તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી બહુમતી સાબિત કરીને સત્તાના સિંહાસન પર બેસવામાં સફળ રહી છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક