મોટી બહેનનો આબાદ બચાવ : પિતા મજૂરી કામે ગયા ને પાછળથી સર્જાઈ હૃદયદ્રાવક કરુણાંતિકા
તળાજા
તા.24
ભાવનગર
જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ખાતે રહેતા કોળીજાદવ પરિવારના સગા ત્રણ ભાઈ-બહેન,
જેમાં બે બહેન અને એકભાઈ આજે બપોરે 11 વાગ્યાના સુમારે પાડોશીઓ સાથે દરિયે નાહવા ગયા
હતા. આ સમયે નાના ભાઈ બહેન 12 વર્ષની ઉંમરની મોટી બહેનની નજર સામે જ દરિયાના મોજામાં
તણાવા લાગતા તેમને બચાવવા મોટી બહેન પણ કૂદી હતી. તે પણ તણાવા લાગી હતી. કુદરતને મોટી
બહેન પાણીનો ભોગ બને તે જાણે મંજુર ન હોય તેથી અહીં ઉપસ્થિત માછીમારોનું ધ્યાન જતા
તેમને બચાવી લેવાઇ હતી. નાના ભાઈ-બહેનના મૃત્યુ થતા ગમગીની છવાઈ હતી.
સરતાનપર
ગામે રહેતા ખાળીયા ખોદવાની મજૂરી કામ કરી પરિવારનો નિર્વાહ ચલાવતા રમેશ ટેકાભાઈ જાદવના
ત્રણ સંતાનો બે દીકરી રાજશ્રી, વૌશાલી અને એક દીકરો આયુષ પડોશીઓ સાથે દરિયામાં નાહવા
ગયા હતા. આ સમયે નાના ભાઈ બહેન આયુષ અને શિવાની બંને દરિયાના પાણીમા ગરકાવ થવા લાગ્યા
હતા. મોટી બહેન રાજશ્રીની નજર જતા તે ભાઈ બહેનને બચાવવા જતા તે પણ પાણીમા ગરકાવ થવા
લાગી હતી. તે બાબતની જાણ આસપાસ કામ કરતા માછીમારોને થતા તેઓએ ડૂબતી રાજશ્રીને બહાર
કાઢી તાત્કાલિક તળાજાની સદવિચાર હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપતા બચી ગઈ હતી. ગામના
સેવાભાવી શાંતિભાઈ બાંભણીયા સ્થળ પર દોડી ગયા હતા. તેઓએ જણાવ્યું હતુ કે બંને ભાઈ-બહેન
ડૂબ્યાના વાવડએ ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ પોતાની હોડીઓ દ્વારા બચાવ કામગીરી
શરૂ કરી હતી. તળાજા ફાયર રેસ્ક્યુ ટીમને ઘટનાની જાણ થતા રેસ્ક્યુ ટીમ દ્વારા આધુનિક
ઇકવિપમેન્ટ સાથે પહોંચી ગઇ હતી. સૌના સહિયારા પ્રયાસથી દોઢેક કલાકમાં પાણીમાં ગરકાવ
ભુલકાઓને શોધવામાં સફળતા મળી હતી. મારતી ગાડીએ તળાજા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા
ફરજ પરના તબીબે આયુષ ઉ.વ.6 અને શિવાની ઉ.વ.5ને મૃત જાહેર કરવામા આવ્યા હતા.
હતભાગી
રમેશભાઇ જાદવએ જણાવ્યું હતુ કે મારી પત્ની વૈશાલીબેન ચારેક વર્ષ પહેલાં ત્રણેય સંતાનોને
મૂકીને આમળા ગામના પુરુષ સાથે ભાગી ગઇ છે. અહીં પોતાના લગ્ન થતા ન હોય મહારાષ્ટ્રની
યુવતી સાથે પરણ્યો હતો. મજૂરી કામ કરી સાંજે જે કાંઈ રૂપિયા મળે તેનાથી સંતાનો અને વૃદ્ધ માતા પિતાનું ગુજરાન ચાલવતો હતો.
12
વર્ષની રાજશ્રી દરિયામા કૂદી પરંતુ...
દરિયાના
પાણીમાં પોતાના નાના ભાઈ-બહેનને તણાતાં જોઈને ગામની જોળ પ્રા.શાળામા ધો.6મા અભ્યાસ
કરતી રાજશ્રીએ પણ દરિયામાં છલાંગ લગાવી હતી. ભાઈ-બહેનને બચાવવા માટે તેમની પાછળ જવા
લાગી હતી. તેમણે જણાવ્યું હતુ કે મારી નજર સામે જ નાના ભાઈ બહેનને તણાતાં જોઇ હું તેમને
બચાવવા દોડી. હું પણ ડૂબી પછી મને ખબર નથી કે હું દવાખાને કેમ પહોંચી.