• રવિવાર, 31 મે, 2026

અમદાવાદ-રાજકોટ-સુરતના ‘ટી.પી.’ને રાજ્ય સરકારની મંજૂરી રસ્તા અને જાહેર સુવિધાઓ સહિતના વિકાસ કાર્યોને વેગ મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.30 : રાજ્યના શહેરી વિકાસ વિભાગ ત્રણ મોટા શહેરો અમદાવાદ રાજકોટ અને સુરત માટે અનેક ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપતો મહત્વનો નિર્ણય કર્યો છે આ નિર્ણય આ વિસ્તારોમાં રસ્તા અને જાહેર સુવિધાઓ સહિતના વિકાસ કાર્યોને વેગ મળશે.

વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, અમદાવાદના પારડી એક્સટેન્શન અને આંબાવાડી વિસ્તારની ટીપી સ્કીમ અને અંતિમ મંજૂરી આપવામાં આવી છે આંબાવાડી ટીપી સ્કીમમાં વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને જાહેર ઉપયોગ અને સામાજિક સુવિધાઓ માટે જમીન અનામત રાખવામાં આવી છે જ્યારે અમદાવાદની વિરોચન નગર ખોરજ વિસ્તારની ટીપી સ્કીમને સરકારે ના મંજૂર કરી દીધી છે, તેથી હવે આ વિસ્તાર માટે નવી કે સુધારેલી યોજના લાવવી પડશે.

રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી હેઠળની ઘંટેશ્વર-પીરાપીપળીયા સ્કીમનં. 36/3 ને પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે. આ સ્કીમમાં કેટલાક પ્લોટોને પાર્કિંગ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સુવિધાઓ માટે અનામત રાખવામાં આવ્યા છેસુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની ખોલવડ-ભાડા સ્કી નં. 47 માં સરકારે જરૂરી સુધારા જાહેર કર્યા છે. આ સુધારા મુજબ પ્લોટના ક્ષેત્રફળ અને તેના ઉપયોગની વિગતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, મંજુર કરાયેલી આ તમામ ટીપી સ્કીમોના નકશા દસ્તાવેજો અને રિડિસ્ટ્રીબ્યુશન સ્ટેટમેન્ટ જાહેર જનતાના નિરીક્ષણ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે કોઈપણ નાગરિક સરકારી કામકાજના દિવસો દરમિયાન સંબંધિત ઓથોરિટીની કચેરી જઈને આ દસ્તાવેજો જોઈ શકશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક