એક
કેરી ત્રણથી ચાર કિલોની, દોઢથી ત્રણ લાખનો ભાવ હોય છે: લોકોમાં કુતૂહલ
પોરબંદર,તા.10(ફૂલછાબ
ન્યૂઝ) : દુનિયામાં સૌથી મોટી ગણાતી ‘નૂરજહાં’ અને સૌથી મોંઘી ‘િમયાઝાકી’ વિશિષ્ઠ પ્રકારની
કેરીની પોરબંદરમાં જાહેર હરરાજી રાખવામાં આવી છે. ચોરવાડ-જૂનાગઢના જાણીતા પ્રાકૃતિક
ખેતી અને નર્સરી ધરાવતા ખેડૂત વી.એમ. વાજા દ્વારા દુનિયાની સૌથી મોટી કેરી ગણાતી ‘નૂરજહાં’
અને દુનિયાની સૌથી મોંઘી કેરી ‘િમયાઝાકી’ ઉગાડી છે. કેરી તૈયાર થઇ જતા પોરબંદર યાર્ડ
ખાતે 11 જૂન સવારે 10 વાગ્યે જાહેર હરાજી રાખવામાં આવી છે. વી.એમ. વાજાએ જણાવ્યું હતું
કે, નૂરજહાં કેરીનું વજન આશરે 3 કિલો જેટલું થાય છે. તે દુનિયાની સૌથી મોટી કેરી પૈકીની
એક છે. જાપાનની મૂળ મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી ગણાય છે, જેનો બજાર ભાવ
1.5 લાખથી 3 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધીનો હોય છે.