• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

અમરેલીમાં શહેર કોંગ્રેસ પ્રમુખનો ચાની કીટલી વડે યુવાન પર હુમલો

પત્ની સાથે ઝગડો થતા ઘરની બહાર નીકળેલા પ્રમુખે ચાની દુકાનેથી કીટલી ઉપાડી યુવાનને આડેધડ ફટકાર્યો

અમરેલી,તા.22:અમરેલી શહેરના બાયપાસ રોડ પર આવેલી મનસીટી રેસિડેન્સી નજીક મોડી રાત્રે પારિવારિક વિવાદ અને ચાની કીટલી બાબતે સર્જાયેલા ઉગ્ર ઝઘડામાં એક યુવક પર ઘાતક હુમલો થવાની ચકચારભરી ઘટના બની છે. આ બનાવમાં સોસાયટીમાં રહેતા સંદીપ ધાનાણીનો તેમના પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો, જે દરમિયાન ત્યાં માવો ખાવા ગયેલા ધર્મકુમાર જોશીપુરા નામના યુવક પર અચાનક મામલો ઉગ્ર બનતા હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા 31 વર્ષીય યુવકને તાત્કાલિક સારવાર માટે અમરેલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે સંદીપ ધાનાણી સામે ચાની કીટલીના આડેધડ ઘા મારી મરણતોલ ઇજા અને હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચાડ્યાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવવામાં આવતા, અમરેલી સિટી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને ફરાર આરોપીની શોધખોળ સહિતની કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

44 વર્ષનાં તળીયે પહોંચ્યો અમેરિકાનો ઓઈલ ભંડાર September 23, Wed, 2026