• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

પ્રથમ નવરાત્રીએ મા ચામુંડાના દર્શને ઉમટÎો આસ્થાનો મહાસાગર

સવારે શુભ મુહૂર્તે પરંપરાગત  ઘટ-કળશ સ્થાપના કરાઈ, માતાજીને વિશેષ  શણગાર

 ચોટીલા, તા. 11 ઃ શક્તિ, ભક્તિ અને આસ્થાના પવિત્ર ધામ ચોટીલા ખાતે નવરાત્રિના પ્રારંભે જ મા ચામુંડાના દર્શનાર્થે ભાવિકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. લાખો શ્રદ્ધાળુઓની કુળદેવી મા ચામુંડાના પ્રથમ નવરાત્રિના દર્શન કરવા વહેલી સવારથી જ નહીં, પરંતુ મધરાતથી જ ચોટીલા તળેટી ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારે ચાર વાગ્યે ડુંગરના ગેટ ખૂલતાં જ ભાવિકોમાં માતાજીના દર્શન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

 નવરાત્રિ પર્વને લઈને ચોટીલા તળેટી વિસ્તાર, ડુંગર તથા મંદિરને રંગબેરંગી લાઇટો અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા છે. સમગ્ર ધામમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે મા ચામુંડાના જયઘોષ ગુંજી ઊઠÎા હતા. પ્રથમ નવરાત્રિના પાવન અવસરે સવારે શુભ મુહૂર્તે મહંત પરિવાર દ્વારા પરંપરાગત ઘટ-કળશ સ્થાપના કરવામાં આવી હતી તેમજ માતાજીની પ્રતિમાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા હજારો ભાવિકોએ મા ચામુંડાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. માતાજીનાં દર્શન માટે તળેટીથી લઈને ડુંગર સુધી ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો. નવરાત્રિના પ્રથમ દિવસે જ ભાવિકોની ભારે અવરજવરને પગલે ચોટીલા ધામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.

 નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા ચામુંડાને નવ અલગ-અલગ સ્વરૂપ દર્શાવતો વિશેષ આભૂષણો અને વસ્ત્રો આદીનો શણગાર કરવામાં આવ છે. જેમાં માતાજીના દરરોજ અલગ અલગ સ્વરૂપોને અનુરૂપ પરિધાન અને સાજ શણગાર કરાય છે.

 આ પવિત્ર પર્વ દરમિયાન ચોટીલા ડુંગર પર ભક્તિ, શક્તિ અને આરાધનાનો ત્રિવેણી સંગમ જોવા મળશે. પ્રથમ નવરાત્રી અને રવિવારને કારણે ભક્તોની અખૂટ શ્રદ્ધા અને માતાજી પ્રત્યેની અતૂટ આસ્થાનો મહાસાગર ઉમટÎો હતો. અનેક ભક્તોએ પોતાની ભાવના જુદી જુદી રીતે માતાજીના દ્વારે વ્યક્ત કરી ચોટીલા ચામુંડા ધામને ભક્તિમય બનાવી દીધું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક