• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

જૂનાગઢની દુકાનમાંથી 55 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

જૂનાગઢ, તા.27ઃ જૂનાગઢ એસઓજી પોલીસે આજે ચિત્રકૂટ સોસાયટીમાં આવેલ એપાર્ટમેન્ટનુ દુકાનમાં દરોડો પાડી 55 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી લઇ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલી તપાસ હાથ ધરી છે. જૂનાગઢના યાર્ડ પાસે ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ની આડમાં બે દિવસ પહેલા ડુપ્લિકેટ ઘીની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. આ ફેક્ટરી શ્રી કાઠિયાવાડ, વ્રજ મટુકી અને કેશવ બ્રાન્ડ હેઠળ કેમિકલ યુક્ત ડુપ્લિકેટ ઘી બનાવતી હતી. આ ઘી ઝડપાયા બાદ હજુ શહેરમાં વિવિધ દુકાનોમાં વેચાણ થઈ રહ્યું હોય તેમ આજે એસ.ઓ.જી પોલીસે એક દુકાનમાંથી 55 કિલો ઉપરોક્ત બ્રાન્ડનું ઘી ઝડપી લીધુ હતું. ઝડપાયેલ ઘીની એજન્સીના સંચાલક દિલીપ વણઝારાએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે આ ઘી ડુપ્લીકેટ છે તેની મને જાણ નથી, પણ એજન્સી હોવાથી આ ઘી મગાવી વેચાણ કરું છું પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક