• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

અંબાજીના મેળામાં નકલી નોટો વટાવનાર આરોપી ઝડપાયો

500 રૂપિયાની 240 નકલી નોટ પકડાઈ : ઘરે કલર પ્રિન્ટરમાં નોટ છાપતો હતો

અમદાવાદ, તા. 16: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. આ મેળમાં લાખો ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે આ વચ્ચે ભાદરવી મેળામાં ભક્ત બનીને આવેલાં શખળ પાસેથી ડુપ્લિકેટ નોટો પકડાઈ છે. શખસ નકલી નોટો વટાવવા આવ્યો હતો, તે વટાવે તે પહેલા એલસીબીએ દબોચ્યો હતો.

યુવાન પાસેથી 500ની 240 ડુપ્લિકેટ નોટો ઝડપાઈ હતી. કુલ નકલી નોટોની કિંમત 1,20,000ની એલસીબીએ ઈસમને દબોચ્યો હતો. આ શખસ ભાભરના બુરેઠા ગામનો વતની છે. આરોપીની ઓળખ ભરત પ્રજાપતિ તરીકે થઈ છે. એલસીબીએ આરોપીની આકરી પૂછપરછ કરી હતી, તે દરમિયાન શખસે કબૂલ્યું હતું કે તે પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો. પોલીસે આ બાબતે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક