• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ન્યુઝીલેન્ડ સામેના પ્રથમ ટેસ્ટમાં રનમશીન કામિન્ડુ મેન્ડિસની સદીથી શ્રીલંકાના 7/302 કેરિયરના સાતમા ટેસ્ટમાં ચોથી સદી ફટકારી

ગાલે તા.18: નવા રનમશીન કામિન્ડુ મેન્ડિસની વધુ એક આકર્ષક સદીની મદદથી ન્યુઝીલેન્ડ વિરૂધ્ધના પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાએ પહેલા દાવમાં આક્રમક બેટિંગ કરીને 7 વિકેટે 302 રન કર્યાં છે. પ્રથમ દિવસની રમતમાં કામિન્ડુ મેન્ડિસની સદી આકર્ષણનું કેન્દ્ર રહી હતી. તેણે કેરિયરના 7મા ટેસ્ટમાં ચોથી સદી ફટકારી છે. આ ઉપરાંત તમામ સાતેય ટેસ્ટમાં પ0 પ્લસ સ્કોર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે 173 દડાની ઇનિંગમાં 11 ચોકકાથી 114 રન કર્યાં હતા. ન્યુઝીલેન્ડ તરફથી વિલિયમ ઓ’રૂકેએ પ4 રનમાં 3 વિકેટ લીધી હતી. ગ્લેન ફિલિપે બે વિકેટ લીધી હતી. કપ્તાન સાઉધી અને એઝાઝ પટેલને 1-1 વિકેટ પ્રાપ્ત થઇ હતી.

શ્રીલંકા તરફથી કામિન્ડુ મેન્સિના 114 રન સિવાય સાતમા ક્રમે બેટિંગમાં આવેલ કુસલ મેન્ડિસે 68 દડામાં 7 ચોકકાથી પ0 રનની ઇનિંગ રમી હતી. બન્ને મેન્ડિસ વચ્ચે છઠ્ઠી વિકેટમાં 137 દડામાં 103 રનની ભાગીદારી થઇ હતી. પથૂમ નિસંકા 27, દિમૂથ કરૂણારત્ને 2, દિનેશ ચંડિમાલ 30, એન્જેલો મેથ્યૂસ 36 અને કપ્તાન ધનંજય ડિ’સિલ્વા 11 રને આઉટ થયા હતા. પહેલા દિવસની રમતના અંતે રમેશ મેન્ડિસ 14 અને પ્રભાસ જયસૂર્યા ઝીરો સાથે રમતમાં હતા. શ્રીલંકાએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક