• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

સુરેન્દ્રનગરના ખાણ ખનીજ વિભાગના ક્લાર્ક અને ગાર્ડ લાંચ લેતા પકડાયા ડમ્પર રોકી હેરાનગતિ ન કરવા માગી હતી રૂ.1500ની લાંચ

સુરેન્દ્રનગર, તા.17: સુરેન્દ્રનગરમાં રહેતા અને ડમ્પરનો વ્યવસાય કરતા એક વ્યક્તિના ત્રણ ડમ્પર રોકી એન્ટ્રી થતા હેરાનગતિ નહીં કરવા માટે ખાણ ખનીજ વિભાગના ક્લાર્ક દ્વારા લાંચ માગવામાં આવી હોવાની ફરિયાદ એસીબીને કરવામાં આવી હતી.

ફરિયાદના આધારે રાજકોટ એસીબીના મદદનીશ નિયામક કે.એચ.ગોહીલના સુપરવિઝન હેઠળ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર સુરેન્દ્રનગર વિભાગના ખાણખનીજની ચેક પોસ્ટ પાસે કટારિયા ગામ નજીક 1000ની લાંચ લેતા સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગના નાકા ક્લાર્ક સાજીદખાન અહેમદખાન પઠાણ અને સિક્યોરીટી ગાર્ડ ગિરીશ હીરાભાઈ ઝાલાને ઝડપી લેવામાં આવ્યા હતા. ડમ્પરના માલિક પાસેથી રૂ.1500ની લાંચ માગવામાં આવી હતી. રકજકના અંતે રૂ.1000ની લાંચની રકમ નક્કી થઈ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક