• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

દ્વારકા બેટ વિસ્તારમાં રૂ.93 લાખની કિંમતનું ચરસ મળ્યું

એસ.ઓ.જીને અફઘાની ચરસના  બે પેકેટ મળી આવતા તપાસ

ખંભાળિયા, તા.17: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે માદક પદાર્થનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત છે. હવે દ્વારકા બેટ વિસ્તારમાંથી રૂ.93 લાખથી વધુની કિંમતનો જથ્થો મળી આવ્યો છે.

વિગતો મુજબ એસ.ઓ.જીની ટીમ દ્વારકા બેટ વિસ્તારના પૂર્વ કાંઠા પાસે હતી ત્યારે અફઘાની ચરસના બે પેકેટ મળી આવ્યા હતા. પેકેટ પર અફધાનીસ્તાનના માર્કા લગાવેલ હતા. ચરસનું વજન 1866 ગ્રામ થયું છે. જેની કિંમત રૂા.93.30 લાખ આંકવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક