• સોમવાર, 31 માર્ચ, 2025

સુરતમાં ખંડણી ન આપતા રિક્ષાચાલક સહિત 8ના બાંધકામ તોડાવ્યાનો આક્ષેપ

પ્રતાપ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ-ખજાનચીએ આર.ટી.આઈ કરી લોકો પાસે નાણા પડાવ્યા : 2 શખસની ધરપકડ 

સુરત, તા. 27  : સુરતના ડીંડોલીમાં પ્રતાપ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ખજાનચી વિરુદ્ધ ડીંડોલીના રીક્ષા ચાલકે રૂ.10 હજારની ખંડણી માગ્યાની અને નહી આપતાં તેના સહિત સાત વ્યક્તિનું બાંધકામ તોડાવી નાખ્યાં હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડીંડોલી ગાયત્રી સોસાયટીમાં રહેતાં અને રિક્ષા ડ્રાઇવિંગ કરતાં સુરભાન રામમિલન રાયે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેણે પોતાના મકાનમાં માળનું બાંધકામ હાથ ધર્યું હતું ત્યારે ભોલાપ્રસાદ સુરેશકુમાર પાંડે સાઇકલ લઈને આવ્યો હતો. પોતે પ્રતાપ ચેરીટેબલ ટ્રસ્ટમાં કોષાધ્યક્ષ હોવાનું જણાવી આ ગેરકાયદે બાંધકામ પેટે પોતાને તથા પ્રમુખ અર્જુનાસિંહ ફતાસિંહ સોલંકીને 10 હજારની ખંડણીની માગ કરી હતી. નહીં આપતાં મનપામાં અરજી કરી આ બાંધકામ તોડાવી નાંખ્યું હતું. બીજી વખત બાંધકામ કરે તો ફરી તોડાવી નાંખવાની ધમકીને પગલે આ રિક્ષાચાલકે ડીંડોલી પોલીસ મથકે ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. ઉપરાંત સોસાટીમાં જ અન્ય લોકોનું બાંધકામનું ડિમોલિશન કરાવી નાંખ્યાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો હતો. ઉપરાંત કેટલાક લોકો પાસેથી તોડ કર્યો હોવાનો પણ એફ.આઈ.આર.માં આક્ષેપ કરાયો હતો. જેથી પોલીસે બન્ને આરોપી અર્જુનાસિંહ સોલંકી અને ભોલા પાંડેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક